________________
૯૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
ગયું, ઉઠતા બેસતા તેના હાડકાંને કડકડ અવાજ થવા લાગે. શિષ્યએ ઉચીત અવસર જોઈ ફરી ગુરુદેવ પાસે આજ્ઞા માંગી, ગુરુદેવ બારવર્ષ થઈ ગયા હવે સંથારો કરવાની આપ આજ્ઞા ફરમાવે.
ગુરુ મહારાજે ફરમાવ્યું કે હજી અવસર થયેલ નથી. “હજી શું બાકી રહી ગયું છેઆ શરીરમાં એવું રેષપૂર્વક બોલતા શિષ્યએ એક આંગળી મરડીને તેડીનાખી, તરતજ ગુરુ મહારાજ બોલ્યા. બસ આજ બાકી રહી ગયું હતું તારામાં, તે શરીર તે સુકવી નાખ્યું પણ તેમાં તે રહેલા કર્મ શત્રુ રાગ દ્વેષ વિષય કષાય, વગેરે જે શત્રુઓ હતા તે હજી સુકાયા (દુર થયા) ન હતા. માટે જ મેં તને કહ્યું હતું કે તું હજી અનશન ને યોગ્ય નથી.
પૂજ્ય ઉપાધ્યાય યશવિજયજી મહારાજા જ્ઞાનસાર ગ્રન્થમાં ફરમાવે છે–
तदेव हि तपः कार्य दुनिं यत्र नो भवेत्
येन योगा न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च
જ્યાં સુધી મનમાં દુર્ગાન ન થાય યોગે હિન ન બને (ઘટે નહીં) ઈદ્રિ ક્ષીણ ન હરને ત્યાં સુધી જ તપ કરે.
દુર્બાન એટલે કે આd_રૌદ્ર ધ્યાન કે રાગ દ્વેષ અને કષાયે ન થવા તે, યોગ એટલે મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે ઘટે નહીં (અશુભમાં પ્રવર્તે નહીં) અહીં તપ ધર્મની સિમાનું દર્શન કરાવ્યું છે.
પણ આ સિમા તે થઈ બાહા તપની, આપણ પરિશીલન છે સૂક્તિપથ–ઉપવાસથી ઉસર્ગ તેમાં બાહ્ય અને સભ્યતર બંને પ્રકારના તપને ગ્રહણ કરવા જરૂરી છે. તે માટે જ અતિચારની ગાથા અત્રે નેંધી કે
बारस विहम्मि वि तवे सभिंतर बाहिरे कुसल दिखें જિનેશ્વર પરમાત્માએ બાહ્ય અને અત્યંતર કુલ બાર પ્રકારને તપ દર્શાવ્યો છે.
જીવનના પણ બે રૂપ છે. બાહ્ય અને અત્યંતર. શરીર, અંગ, ઉપાંગ, બુદ્ધિ વગેરે બધું આપણું બાહ્ય જીવન છે. જ્યારે તેમાં રહેલે આમા કે જેના આધારે આ શરીર છે તે આપણું અન્યન્તર જીવન છે.
છતાં જીવવા માટે તો ને જીવન મહત્વના છે. માત્ર બાહ્ય જીવનને મહત્ત્વ આપી આત્મા વિશે કશી જ વિચારણું ન કરીએ તે