________________
સત્ય શું છે ?
ત્યારે આકરા રાગદ્વેષના ઉદય રૂપી ગ્રંથી આવે છે. અનંતીવાર જીવ આ ગ્રંથી પાસે આવે છે અને ત્યાં જ અટકી જાય છે. કેઈક જ એ ભવ્ય જીવ હોય છે જે અપૂર્વકરણ કરીને આત્મ વીર્યના બળે અપૂર્વ પરાક્રમ કરીને એકાએક રાગદ્વેષની ગ્રન્થીને ભેદી નાખે છે.
આ રીતે ગ્રન્થીભેદની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અનિવૃત્તિકરણ કરી ઉત્તરોત્તર આત્મવીર્યની સ્કૂરણવાળા વિશુદ્ધ અધ્યવસાય બને અને તેવા વિશુદ્ધ અધ્યવસાય દ્વારા અંતઃકરણ રૂ૫ નિષ્ઠાકાળનું અ તમૂહુર્ત બાકી રહે ત્યારે વેદનાના મિથ્યાત્વના દળીયા ખસેડી દીધેલા હેવાથી મિથ્યાત્વને ઉદય અટકે એને જ મિથ્યાત્વને ઉપશમ કહેવાય અને તે જ ઔપથમિક સમ્યકત્વ કહેવાય.
પણ આ આખી પ્રક્રિયા સમજવી અને બીજાને સમજાવવી તે ઘણું જટીલ કાર્ય છે. જેટલી કઠીન આ પ્રક્રિયા છે તેટલું જ કઠિન તેને શબ્દોમાં રજુ કરવાનું છે. એટલે સત્ય શું છે? તે સમજાવવા માટે આપણે માત્ર શ્રદ્ધા શબ્દ જ કેન્દ્રમાં રાખ્યો.
દેવ-ગુરુ-ધર્મ પરત્વેની અનન્ય શ્રદ્ધા..નિર્મલ શ્રદ્ધા તે જ સમ્યક્ત્વ. આટલું સત્ય સમજી રાખશો તે ગ્રન્થીભેદની પ્રકિયા તે આપો-આપ સરળ બનવાની.
એક સુફી સંત થઈ ગયા. જેનું નામ હતું બાયજી. સંત બાયજીદ સદા ઈશ્વર ભક્તિમાં મસ્ત રહેતા હતા. ગમે તે સમય હોય પણ પ્રભુનું રટણ અવિરત ચાલુ રાખતા. પ્રભુ ભક્તિમાં તેનું મન સદા ડૂબેલું રહેતું. એક વખત ભક્ત સાથીઓ સાથે જઈ રહ્યા હતા. ત્યાં રસ્તે ચાલતા તેને પત્થર વાગ્યો. પથરના અથડાવાથી પગમાં લેહની ધાર વહેવા લાગી.
સંત બાયજીદ બેસી ગયા જમીન ઉપર. એક તરફ પગમાંથી લેહી વહ્યું જાય છે. બીજી તરફ સંત ઊંચે આકાશમાં જોઈને પ્રભુને અહેસાન માની રહ્યા છે. એક ભક્ત સાથીને થયું આ શી વિચિત્રતા છે? તમને ઘાની ફીકર નથી ને પ્રભુ પ્રાર્થનામાં મગ્ન બન્યા છે?
બાયજીદ કહે ખરેખર ઈશ્વર મહાન છે, તેને કેટલો ઉપકાર છે મા પર. એક સાથીથી ન રહેવાયું. ઉપકાર ને બાયજી ? તમે