________________
સત્ય શું છે?
ભાઈ માન-સન્માન–કીતિ–ગુણગાનેથી સદા દૂર રહેતા. કેઈ ઈમારતને પાયે બનવામાં જ જીવનની સાર્થકતા સમજતા.
તે સમયે વડોદરા નરેશ સયાજીરાવને મંતીભાઈની આ શિક્ષણની તથા પુસ્તકાલયની પ્રવૃત્તિ ઘણું જ ગમતી હતી અને તેમણે મોતીભાઈ અમીનની મુક્ત કંઠે પ્રશંસા કરવા માંડેલી. તેઓએ એક જાહેર સન્માન સમારંભ યે જવાનું નક્કી કરી મેંતીભાઈને તેની જાણ કરી. મોતીભાઈએ કહયું કે મને આવા માન-સન્માનની જરૂર નથી, હું તો મૂક સેવક છું. પરિણામે તેને સન્માન સમારંભ ન જાય. છતાંયે સયાજીરાવે તેને ભેટ રૂપે ૧૫૦૦ રૂપીયાની થેલી મેકલી, સાથે લખ્યું કે મારી આટલી ભેટ સ્વીકારી ઉપકૃત કરશે.
મેતોભાઈએ ભેટ તે સ્વીકારી પણ તેમાં આવકવેરાના રૂપિયા ૨૨ પિતાના ઉમેર્યા અને બધી જ રકમ કેળવણું ક્ષેત્રે વાપરી નાખી. આવા ભેખધારી જીવ હતા મોતીભાઈ
આ તે માત્ર લેભ કષાયથી વિરમવાની વાત થઈ. પણ આ રીતે સમગ્ર પ્રકારે કષાયથી વિરમી પ્રમાદકષાયાદિ ત્યાગી મિથ્યાત્વ મેહનીયના ક્ષપશમથી જે શુદ્ધ આત્મ પરિણામ પ્રગટે તે જ સમ્યક્ત્વ.
યાત્રા સૂત્રઃ ૨૬ અધ્યાય- સમ્યકત્વ અધિકારમાં જર્ણવ્યું કે વિશુદ્ધ સમ્યક્ત્વ મેહનીય પુજન વેદવાથી-ઉપશમ કે ક્ષયથી પ્રગટ થયેલ અને શમ સંવેગ વગેરે લિંગથી ઓળખાતા આત્માને શુભ પરિણામ-ભાવ તે જ સમ્યક્ત્વ કહેવાય. આ લક્ષણ મન વગરના સિદ્ધમાં પણ ઘટશે અને અપર્યાપ્તાવસ્થાવાળા સંસારી જીવોમાં પણ ઘટી શકે છે. માટે શ્રદ્ધા કે વિશ્વાસ એ સમ્યક્ત્વનું કાર્ય છે. એટલે શુદ્ધ શ્રદ્ધા પ્રગટે ત્યારે સમ્યકત્વ તે હોવાનું જ.
અંબડ પરિવ્રાજક પ્રભુ મહાવીરને વંદન કરી રાજગૃહી તરફ જઈ રહ્યા છે ત્યારે પ્રભુએ કહ્યું કે ત્યાં સુલસા શ્રાવિકાને મારા ધર્મલાભ કહેજે. અબડને થયું કે ભગવાન જેને ધર્મલાભને સંદેશ મોકલે છે તેની પરીક્ષા તે કરું.
રાજગૃહી પહોંચી પિતાની શક્તિ વડે સાક્ષાત્ બ્રહ્માનું સ્વરૂપ ધારણ કરી પૂર્વ દિશામાં રહ્યા. નગરના સર્વ લોકે તેનાં દર્શનાર્થે ગયા પણ સુલસ શ્રાવિકા ન ગઈ. બીજે દિવસે નગરની દક્ષિણ દિશામાં