SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨. અભિનવ ઉપદેશ પ્રાસાદિ - - - - - - - - - - - - - ઉમરાળા પરગણુનું સમઢિયાળા ગામ હતુંમકર સંક્રાતીની એક સવારે સૂરજ અવનીને ઉજાળવા ધીરા ધીરા ડગલા માંડી રહ્યો છે. લેકે દાન પુન્ય કરી ભવનું ભાથું બાંધવા તૈયારી કરે છે. એ ટાણે ગંગાજળીય ગોહિલ કુલને દિવડે કસળસિંહજી ગામના પાદરે શિવમંદિરમાં ભેળીયા નાથને ભજી રહ્યો છે. ભક્તિની ભભકમાં આઠે પહોર આળોટતાં રાજપૂતના રૂંવાડે રૂંવાડે જાણે જપતપની તું ઝળહળે છે. કસળસિંહને ભીતરના ભેદ ભાગી ગયા છે. હવે ગામ ગરાસમાં રસ રહ્યો નથી, ચપરાશી પાસે વેઠવાટા કરાવવા વખત નથી, હથિયાર હેઠા મુકી માળાના મણકામાં મન પરોવી મોક્ષમારગ પગલું ઉપાડી ચૂકેલો ગરાસીયે દેવના દરબારમાં સૃષ્ટીના સર્જનહાર સામે કાલાવાલા કરી રહ્યો છે–શિવમહિમા ગાઈને ઉો. ગામને પાદરે માણસની ઠઠ જામી છે. ભગતને અચરજ થયું. જુએ છે તે સંક્રાંતિને દિવસ હોવાથી ગામને ગોંદરે ગાયોને લીલું ખવરાવી રહ્યા છે. વડલાને એટે દરબાર ડાયરે ભરી બેઠા છે. હે કે વારાફરતી ફરી રહ્યો છે. ખૂબ લીલું ખાઈ જવાથી એક ગાયને મીણે ચડી ગયો હતો, આખું એળે ચડી ગયેલી, મોઢેથી ફીણ નીકળી રહ્યા હતા. કસળસિંહને જોઈને ડાયરામાંથી એકે મહરના વેણ કાઢયા. આ ભગત આવ્યા. ગાયને હમણું બેઠી કરશે. આ વેણ કસળસિંહને કાનમાં નહીં કાળજે ખટક્યા. ડાયરો તે ભગત માથે મીટ માંડીને બેઠે, ત્યાં બીજે ઘા વછૂટયો. લ્યો ભગત ડું કાં કરે, સપરમે પરબે તમ બેઠે ગામને પાદરે ગાય મરે? તે તે તમ ભક્તિને ભોંઠપ લાગે. કસળસિંહ સમજી ગયા. આજે કરી છે. કિરતાર તારી કળા અપરંપાર છે. એટલું બેલી જળ ભર્યા ત્રાંબાના લેટામાંથી અંજલી છાંટી, એક-બે અને ત્રીજી અંજલીએ તે ગાય જાય ભાગી. ડાયરો ઝંખવાણે પડી ગયે. ભગતના પગે પાઘડી મુકી માફી માંગી. કસળસિંહે વેણ કાઢયા ભાઈએ શીશ પ્રભુના ચરણે નમા ભેળીયે ભવની ભૂખ ભાંગશે, હું તે ચિઠ્ઠિને ચાકર. ભગત પહોંચ્યા ઘરે, તેને લાગ્યું કે જગત હવે જંપવા નહીં દે. ચમત્કારની વાતું સાંભળીને તે સૌ ઘેરી વળશે. હવે શું કરવું ? ખાટલે ઢાળીને હાથમાં માળા લઈ બેસી ગયા ભગવાનને અરજ
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy