________________
૭૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
છે કે ભગવાન પાસે જાય. પણ પિતાનો મત છોડે નહીં તે આભિનિવેશિક મિથ્યાત્વ.
શ્રાવકેએ આ કદાગ્રહ છેડી મિથ્યાત્વ ને પરિહરવું જોઈએ. અહીં ઉત્તરાધ્યયની નિર્યુક્તિ-૧૬૩ માં ભદ્રબાહુ સ્વામીએ કરેલ સ્પષ્ટતા સમજવા જેવી છે--
જે સમક્તિ દૃષ્ટિ આત્મા ઉપદેશ દ્વારા પોતાને સમજાએલાં શાસ્ત્રોને યથાર્થ માને તેમાં પોતાના અજ્ઞાનથી કે ગુરુ પરતંત્રતાથી કંઈક ખોટું સમજાય અને તે ખાટીને પણ સાચું માને તે તેને મિથ્યાત્વ કહેવાય નહીં. પ્રશ્નન - જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ, સિદ્ધસેન દિવાકરજી વગેરે આગમના રહસ્ય જાણવા છતાં એકજ વિષયમાં એકમેકથી ભિન્ન ભિન્ન માન્યતાથી મતભેદ પાડતા અને અન્ય મતને ન સ્વીકારતા તે તેઓ આભિનિવેશિક મિથ્યાત્વવાળા ખરા કે નહીં ? સમાધાન- આ વાત ઘટતી નથી કેમકે અતત્વ છે તેવું જાણવા છતાં તત્ત્વ તરીકે મનાવવાને દુરાગ્રહ ત્યાં હવે નહીં.
વળી પતે અંગીકૃત કરેલ મત, પ્રવચનના મર્મને જાણનાર ગીતાર્થોની અવિચ્છિન પરંપરાથી શાસ્ત્ર સંગત છે એમ સમજીને તે અર્થ તેઓએ સત્ય માન્ય-મના હોવાથી તેઓને આભિનિવેશિક મિથ્યાત્વ ન ગણાય.
આવું મિથ્યાત્વ ગોષ્ઠા માહિલ કે જમાલીને ગમ્યું.
કુડપુર નગરમાં મહાવીર પ્રભુના ભાણેજ જેનું નામ જમાલી હતું તેની સાથે પ્રભુની પુત્રી પ્રિયદર્શનાના લગ્ન થયેલા. પ્રભુની વાણી સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થતાં દીક્ષા લીધી. જમાલીની સાથે ૫૦૦ ક્ષત્રિયોએ અને પ્રિયદર્શન સાથે ૧૦૦૦ સ્ત્રીઓએ દીક્ષા ગ્રહણ કરી. જમાલિએ ચારિત્રની સુંદર પાલન કરતાં કરતાં અગીયાર અંગેને અભ્યાસ કર્યો.
એક વખત રૂક્ષ અને નિસ્સ આહારથી જમાલિને દાહવર ઉત્પન્ન થયે. એટલે પિતાના શિષ્યોને આજ્ઞા કરી કે સંથારો કરો. શિષ્યએ સંથારો તૈયાર કરો શરૂ કર્યો. હજી અડધે સંથારે થયે હશે, ત્યાં દાહજવરથી પીડાતા જમાલિએ પ્રશ્ન કર્યો કે સંથારે થઈ ગયે? શિષ્યો કહે હા. વેદનાથી વિહળ જમાલિ સુવા માટે આવ્યા