________________
“મારું એજ સાચું” છેડે
૭૭
-
પણ નહીં જાય. અને કર્મ વગરને જીવ તે ક્ષે જ જવાને કેમકે પુનર્જન્મનું કારણભૂત કર્મ રહેશે નહીં. આવી ઘણી ઘણી સમજાવટ છતાં ગોષ્ઠા માહિલે તેની વાત મૂકી નહીં.
બીજી વખત પ્રત્યાખ્યાન માટે વાંધે લીધે કે યાજજીવના પચ્ચકખાણ ન હોય કેમકે યાજજીવના પચ્ચકખાણથી તે પૂર્ણ થતાં આવતે ભવે સ્વર્ગમાં દેવાંગના સાથે ભેગ ભેગવીશ એવા અશુદ્ધ પરિણામ થાય તો તે રાગ દ્વેષથી દુષીત થયેલ પરફખાણ ભાવને વિશુદ્ધ રહેવા દેશે નહીં.
ગુરુ મહારાજે સમજાવ્યું કે તેમાં જાવાજજીવથી કાળની મર્યાદાને કારણે દોષ નથી પણ આકાંક્ષા કે ઈચ્છાને લીધે દેષ છે. ભલા માણસ! કેઈ પારસી પશ્ચકખાણ કરે તે તેને પછી ખાવું છે તેવી ઇચ્છાને દોષ થડે મનાય.
આ વાતના અનુસંધાને એક પ્રસંગ યાદ આવે છે. રાણપુરમાં એક કંદોઈને ધર્મનો રાગ સારે. તેણે પરિગ્રહના પચ્ચક્ખાણ લીધા કે મારે પાંચ લાખથી વધુ રકમ થાય તે ધર્માદામાં વાપરી દેવી. બસ બીજે દિવસથી ભાઈ ઉપાશ્રયનું પગથીયું ન ચડે. થોડા દિવસે ગયા ત્યાં રસ્તામાં ભેગા થઈ ગયા. પૂછ્યું કેમ ભાઈ, ઉપાશ્રયે કેમ નથી આવતા? તે કે મહારાજ સાહેબ બાધા લીધી છે પાંચ લાખના પરિ ગ્રહની. હવે જલ્દી કમાવું તે પડશેને કયાંક મારી બાધા તુટી જાય છે?
હવે આ ભાઈને શું સમજાવવું?
સાઈઠ વર્ષની ઊંમરે કઈ ચોથ વ્રત લે તે હવેથી બ્રહ્મચર્ય પાળીશ તે અર્થ કરાય. પણ કેઈ એમ માને કે તે શું હજી સુધી ડિસા જ માણતા” તા? તેને કોઈ જવાબ છે ખરો?
આચાર્ય મહારાજે પણ ગેષ્ઠામાહિલને કહ્યું કે ભાગ્યશાળી ! પરસિના પરચફખાણને અર્થ એ કે આટલા કાળ સુધી તે મારે ન જ ખાવું. જે આવી કેઈ કાલ-અવધિ ન સ્વીકારીએ તે તે દીક્ષાના દિવસથી જ અનશન કરવું પડે, તો પછી તીર્થંકર પરમાત્મા દશ પ્રકારના પચ્ચકખાણ દર્શાવે છે તેનું શું?
તે પણ ગોષ્ઠા માહિલ ન માન્યા ત્યારે સંઘે કાયોત્સર્ગ કરી શાસન દેવીને યાદ કર્યા, દેવી સીમંધર પરમાત્મા પાસે ગયા. સાચી વાત પ્રગટ કરી તે ગોષ્ઠા માહિલે કહ્યું કે દેવીની શક્તિ જ એટલી કયાં