________________
७६
અભિનવ ઉપદેશ પ્રાસાદ
જૂઠાની પરીક્ષા કરી પછી સત્ય સ્વીકારવાનું છે. તેમાં બધાને સમાન ગણવું તે જ મિથ્યાત્વ છે. સંક્ષેપમાં કહીએ તો અને ગધેડે બન્નેને સરખા ન ગણાય,
આટલું સમજી આભિગ્રહિક મિથ્યાત્વ પરિહરો (૩) આભિનિવેશિક- સત્ય જાણવા છતાં પોતાની અસત્ય વાતને પકડી રાખવી તે–
તત્ત્વ-અતત્ત્વને યથાસ્થિત જાણતા છતાં દુરાગ્રહથી વિપરીત બુદ્ધિકાળા બનેલા અને અસત્યને પક્ષ કરનારા ગોષ્ઠામાહિલ જેવાને આ મિથ્યાત્વ જાણવું.
કર્મની વ્યાખ્યા કરતા જ્યારે પૂજ્યશ્રી વિધ્યમુનિએ જણાવ્યું કે કમ જીવના પ્રદેશ સાથે ક્ષીર-નીરની જેમ જોડાયેલ છે અથવા તે અગ્નિથી તપાવેલા લેહના ગળા અને અગ્નિની માફક જોડાયું છે. ત્યારે અસત્કર્મના ઉદયથી ગઠામાહિલે તેને કહ્યું કે જીવ અને કર્મને તાદામ્ય સંબંધ દૂષીત છે. કેમકે તાદાભ્ય ભાવ માનવાથી જેમ જીવના પ્રદેશ જીવથી ભિન્ન થતાં નથી તેમ કર્મ પણ જીવથી અભિન રહેશે. અને સદાકાલ કર્મ જીવ સાથે જ જોડાયેલું રહેશે તે મેક્ષ થશે નહીં. માટે કર્મ અને જીવ જોડાયેલા નથી પણ સાપની કાચળીને પેઠે જીવને માત્ર કમને સ્પર્શ જ છે. તે કર્મ અને જીવ તાદામ્ય ભાવ વિના જ જોડાયેલા છે અને તેની સાથે પરભવમાં જાય છે તેમ માનવાથી જ મોક્ષ પ્રાપ્તિ રહેશે.
વિધ્યમુનિને શંકા પડી એટલે આચાર્ય મહારાજ પાસે ગયા. આચાર્ય મહારાજ કહે તમારું કથન ખરું છે. કેમકે જીવ પિતાની અવગાહનાથી વ્યાપ્ત થયેલા આકાશ પ્રદેશમાં રહેલા જ કર્મના દળીયાંને ગ્રહણ કરે છે. પણ બીજા પરદેશમાં રહેલાંને ગ્રહણ કરતો નથી. જે તે બીજા પ્રદેશમાં રહેલા કર્મ ગ્રહણ કરે તે જ પિતાની ફરતા કર્મને વીંટી શકે અને તે જ કમને સાપની કાંચળીની ઉપમા ઘટી શકે.
વિશ્વમુનિએ ગેષ્ઠામાહિલને આ રીતે ગુરુ વચન સમજાવ્યું છતાં તેણે પોતાની વાત છોડી નહીં. એટલે આચાર્ય મહારાજે તેને બેલાવીને સમજાવ્યું કે જે માત્ર બાહ્ય ચામડી સાથે જ કર્મને જોડાયેલાં માનશે તે એક ભવમાંથી બીજા ભવમાં જીવ જશે ત્યારે તે શરીરને મૂકીને જશે. એટલે જેમ બાહ્ય મલ–મેલ વગેરે સાથે ન જાય તેમ કર્મ