________________
“મારું એજ સાચું” છેડે
૭૫
નહતા કરી શકતા કે સાત સમંદર પાર કરીને ભારત શાસન કરવા આવ્યા અને આપના ખ્રિરતી મિશનરી સેંકડે માઈલ દૂર અમારા દેશમાં ધર્મના પ્રચાર માટે આવ્યા તે બ્રિટનમાં પ્રચાર નહોતા કરી શક્તા?
જજ નિરૂત્તર થઈ ગયા સુખલાલજી કહે જજ સાહેબ લોકેને જે સત્ય લાગશે તે સ્વીકારશે. મારે કંઈ “મારી જ વાત સાચી તે કોઈ આગ્રહ નથી. તમે પ્રચાર કરે છે તેમ હું પણ પ્રચાર કરું છું. લોકોને જે સારું લાગશે તે સ્વીકારશે અને જે તેને છોડી મુક્યા.
એ જ રીતે શ્રાવકને પણ આભિગ્રહિક મિથ્યાત્વમાંથી બહાર નીકળવા માટે વિવેક પૂર્વક નિર્ણય કરવો જરૂરી છે. પ્રશ્ન- દરેક જીવમાં સ્વયં વિવેક કરવાની શક્તિ હોતી નથી તે તેઓએ આ મિથ્યાત્વને ત્યાગ કેમ કરે ? સમાધાનઃ- આવા મનુષ્યો માષ0ષ મુનિની જેમ માત્ર ગીતાર્થની નિશ્રામાં રહે અને ગુણવંત પુરુષના વચનને પ્રમાણ કરનારા બને તે તેઓ સ્વયં વિવેકી નહીં હોવા છતાં દુરાગ્રહી ન હોવાથી તેમને મિથ્યાત્વ ગણેલ નથી. (૨) અનભિગ્રહિક- સારા કે ખોટાના વિવેક વિના બધાંને સારા ગણવા તે.
સામાન્ય મનુષ્ય આવા પ્રકારનું મિથ્યાત્વ ધરાવે છે. તેઓ સઘળા દેવને દેવજ માને છે અને બધાં ગુરુઓને સમાનપણે ગુરુ માને છે. દુનિયાના તમામ ધર્મો સાચા છે કઈ ખોટું નથી તેમ માને, આવા લોકેને પિતાના દર્શનને આગ્રહ નથી, બીજા પ્રત્યે દ્વેષ નથી. તેઓ વસ્તુતઃ તત્ત્વ કે અતત્વ બન્નેને સમાન જ માને છે માટે મિથ્યાત્વા કહ્યું.
કેટલાક હોંશીયાર માણસ આગળ દલીલ કરતા કહે છે કે આપણે તે બધા સરખા. એકને સારા ગણીએ અને એકને સારા ન ગણુએ તે નકામે રાગ-દ્વેષ થાય અને અમારો આત્મા નકામો રાગ-દ્વેષમાં ડૂબેને? આવાને શું કહેવું? * જાનવરને પણ એટલી ખબર પડે કે એક કુડુ પાણીનું હોય અને એક કંડ મુતરનું હોય તે શું પીવાય. તે પાણીમાં જ મોટું નાખશે મુતરમાં નહીં. ત્યાં પ્રશ્ન રાગ દ્વેષને નથી પણ વિવેકને છે. સાચા