________________
મારું એજ સાચું” છેડે
૭૩
ઉકરડામાં આળોટતે ગધેડે. અરે આ શું દેખાય છે?
બનને બેલ્યા હે સંત પુરૂષ! અમે તે માણસ છીએ અને આમાં જનાવર જેવા કેમ દેખાઈએ છીએ ? સંત કહે જુઓ ભાગ્યશાળી ! આ કાચમાં તમે જેવા છે તેવા જ દેખાશે. બહારનું રૂ૫ નહીં પણ અંતરનું સ્વરૂપ પ્રગટ થશે.
આજ વાત મિથ્યાત્વના સંબંધમાં તમે સમજે. ક્રિયા, આડંબર, વાત વગેરેથી માનવીનું બાહ્ય રૂ૫ દેખાય પણ આંતર સ્વરૂપ જાણ્યા વિના માનવીની સાચી પરખ ન થાય. મિથ્યાત્વને સંબંધ પરિણામે સાથે છે. જીવના આંતરિક પરિણામે પરથી જ જીવનું સાચું સ્વરૂપ નકકી થઈ શકે. આપણે પૂર્વે જેવું કે “ fમ છે રિટ્ટર” નાનકડા સૂત્રે ગુણઠાણાની શ્રેણીના પગથિયાં ચઢાવી દીધાં. તે વાતને સંબંધ શાસ્ત્રકાર મહર્ષિ અહીં જોડે છે.
મિથ્યાત્વ વાસિત જીવ પહેલાં ગુણઠાણે છે. પણ જીવનું સાચું સ્વરૂપ જ્યારે સમજાય ત્યારે એટલે કે સમક્તિ પ્રગટે ત્યારે તે ચોથા ગુણઠાણે પહોંચે. પણ આપણે તે સાચું સ્વરૂપ નક્કી કરવા માટે જ્ઞાન નથી તો શું કરવું? તેને માટે પંચસંગ્રહની ૮૬ મી ગાથામાં મિથ્યાત્વના પાંચ પ્રકારે જણાવ્યા તેને આધારે તમે પોતે જ ક્યાં છે તે નક્કી કરી લેવું.
अभिग्गहिअमणभिग्गहं च, तह अभिनिवेसिअं चेवं
संसइअमणाभोगं, मिच्छत्त पंचहा एअं (૧) આભિગ્રહિક (૨) અનાભિગ્રહિક (૩) આભિનિવેશિક (૪) સાંશયિક (૫) અનાગિક
(૧) આભિગ્રહિક - પિતાનું જ માનવું સાચું છે બાકી બધું ખેલું છે એ આગ્રહ.
સ્વશાસ્ત્રના આગ્રહથી જેને વિવેક રૂપ દીપક બુઝાઈ ગયે હેય, માત્ર પરદર્શનને પ્રતિકાર કરવામાં ચતુર, અવિવેકી એવા લોકે પોતાના પક્ષના દુરાગ્રહી હોય છે તેઓને આભિગ્રહિક મિથ્યાત્વ કહ્યું છે. જેઓને તત્ત્વને પક્ષ અને અતવને ક્ષેપ છે તેવા વિવેકીને પરદર્શનના પ્રતિકારમાં મિથ્યાત્વ મનાતુ નથી.
શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજા લેકતત્વનિર્ણયમાં જણાવે છે કે