________________
६८
અભિનવ ઉપદેશ પ્રાસાદ
એવો અર્થ કરે કે વાહ! નવપદનું ધ્યાન ધરીએ તે સ્ત્રી-પુત્રાદિ પ્રાપ્ત થાય. તે એ વિપરિત અર્થ છે. નવપદનું ધ્યાન મેક્ષને માટે જ હોય. પણ શ્રીપાલમાં બેટું આલંબન પકડાઈ જાય તે નવપદને બદલે નવવધૂના આરાધનમાં જોડાઈ જવાય, જે મિક્ષની નિસરણીને બદલે નરકની ગર્તામાં ગબડાવી દે.
માટે જ શ્રાવકને બીજું કર્તવ્ય જણાવતાં નાનકડું સૂત્ર પકડાવી દીધું. મારું ઘર – મિથ્યાત્વને છેડ. મનથી મળ્યાને છોડે, વચનથી મિથ્યાત્વને છેડે, કાયાથી મિથ્યાત્વને છેડે-કારણરૂપ મિથ્યાત્વને છોડો, કરાવણ રૂપ મિથ્યાત્વને છોડો, અનુદન રૂપ મિથ્યાત્વને છોડો. બસ મિથ્યાત્વ પરિહાર એ જ શ્રાવકજીવનનું લક્ષ્ય બનાવી દો. કેમકે મિથ્યાત્વના ભેદ વર્ણવતા શાસ્ત્રકારે મિથ્યાત્વની સ્થિતિ પણ વર્ણવી છે. તે મુજબ અનાદિ સાંત સ્થિતિનું મિથ્યાત્વ ક્યારેક પણ દૂર થશે અને સમ્યકૃત્વ સ્પર્શશે. સમ્યકત્વની સ્પર્શના થશે તે જરૂર મોક્ષ મળશે. મિથ્યાત્વની સ્થિતિ -
अभव्याश्रित मिथ्यात्वेडनाद्यनंदा स्थिति भवेत
सा भव्याश्रित मिथ्यात्वे 5 नादिसांता पुनर्मता અભવ્ય પ્રાણીને આશ્રીને મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અનંત છે. અને ભવ્ય પ્રાણીને આશ્રીને મિથ્યાત્વની સ્થિતિ અનાદિ સાંત માનેલી છે એટલે કે –
જે ભવ્ય છે અને નિગદમાંથી) અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી ગયા છે તેવા જીવોને કયારેક તે સમક્તિની સ્પર્શ થવાની જ છે. મતલબ કે તેઓનું મિથ્યાત્વ એક દિવસ તે દૂર થવાનું જ છે માટે તેઓને મિથ્યાત્વની સ્થિતિ અનાદિ સાંત કહી. સાંતને અર્થ છે જેનો અંત છે તેવી. જ્યારે અભવ્ય જીવની મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અનંત જણાવી. અનંત એટલે જેને કદી અંત થવાને નથી તેવી. જે જી અભવ્ય છે તેઓ કદી મોક્ષે જવાના નથી. તેમને કદી સમક્તિ થવાનું નથી અને તેમના મિથ્યાત્વની સ્થિતિને કઈ અંત પણ નથી. તેથી તેઓને અનાદિ અનંત સ્થિતિ વાળા કહ્યા.
અભવિ પાલકનું દૃષ્ટાંત - શ્રાવતી નામે નગરી હતી. આ નગરમાં સ્કંદક નામે રાજ પુત્ર રહેતું હતું. તેણે દેવાધિદેવ પરમાત્મા