________________
શું પ્રભુ કે ગુરુને ઓળખ્યાં?
મિથ્યાત્વ અને તે સાથે જિનેશ્વર દેવની આશાતનાનું કેવું ભયંકર પરિણામ !
સાત સાત ભવમાં આ રીતે ઘટીમાં દળાવાનું અને એકાદ વર્ષ જેવા લાંબા સમય માટે નરકના જેવી ઘેર યાતના ભેગવવાની. માટે જ શાસ્ત્રકારો જણાવે કે મિર્ઝ રિહરુ-મિથ્યાત્વને છેડે.
પહેલા સુદેવ-સુગુરુ અને સુધર્મની સાચી ઓળખ પ્રાપ્ત કરી લે એટલે કે પ્રભુ અને ગુરુને બરાબર ઓળખી લે. જો તમે પ્રભુ કે ગુરૂને ઓળખી લીધા હોય તે કુદેવ-કુગુરુ-કુધર્મ રૂ૫ મિથ્યાત્વને છેડે.
સુમતિને જીવ આવું અનંત ભવ ભ્રમણ કરી છેટલે દીક્ષા લઈને મેક્ષે જશે. જ્યારે પ્રભુ અને ગુરુને સમ્યફ પ્રકારે પરખનાર એ નાગીલ તે તે જ ભવે બાવીસમા તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી મેક્ષે ગયે. તમે પણ દેવ અને ગુરુની સમ્યફ પ્રકારે ઓળખ પામીને મિથ્યાત્વને પરિહાર કરનારા બને.
યેગશાસ્ત્રમાં દેવ-ગુરુ અને ધર્મની સુંદર એાળખ આપી છે. ત્યાં પણ કુગુરુને ઓળખાવતા લખ્યું કે
સર્વ વસ્તુઓના અભિલાષી, ભય-અભણ્ય વગેરે ભેજનને કરનારા, ઘન-સ્ત્રી–પુત્ર આદિ પરિગ્રહ ધારી, અબ્રહ્મચારી કે મિથ્થા ઉપદેશ દેવાવાળા ગુરુ ગુરુ જ નથી. માટે સુમતિના જીવની માફક આવા ગુરુનું અનુયાયી પણું કદી સ્વીકારવું નહીં. તેમજ લૌકિક કે લોકોત્તર બંને પ્રકારના મિથ્યાત્વને પરિહાર કરવો.
જે આત્મા આવા ચારે પ્રકારના મિથ્યાત્વને ત્રિવિધ તજનારા થાય છે. તે જીવોને નિષ્કલંક એવું શુદ્ધ સમક્તિ પ્રગટે છે.
પ્રશ્ન :- રાવણ અને કૃષ્ણ જેવાએ પણ તે તે કાળે મિથ્યાત્વ સેવેલું હતું તેનું શું?
સમાધાન :- આ પ્રશ્ન સવથા અનુચિત છે. જેમકે એક વાત તે એ છે કે તે કાળે જૈન ધર્મની જ પ્રબળતા હતી. તે પ્રબળતાને લીધે બીજા જ જલદીથી મિથ્યાત્વની વૃદ્ધિને પામે તેમ નહોતા.
બીજી મહત્વની વાત એ છે કે કોઈપણ આલંબન ચઢવા માટે લેવાનું હોય, પડવા માટે નહીં. કેટલીક દ્રવ્ય ક્રિયાઓ જોઈને જીવને સંશય જાગે. અને તે સંશય હૃદયમાં શલ્ય ઉભું કરે તે જીવ સાંશયિક મિથ્યાવમાં પ્રવેશે છે. જેમકે શ્રીપાલ રાજાને રાસ સાંભળી કઈ