________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
સંસાર ઉપાર્જન કર્યો છે. હાલ તે તે પરમધામિક દેવપણે ઉત્પન્ન થયો છે. અનંત કાલ ભટકશે.
તે સુમતિના જીવના એક જ ભવનું વર્ણન સંક્ષેપથી જોઈશું તે પણ તેના ભયંકર ભવ ભ્રમણને ખ્યાલ આવી જશે અને આપણે મૂળ વિષય “મિથ્યાત્વ પરિહર ” માં પ્રભુ કે ગુરૂને ઓળખ્યા ? એવું શિર્ષક કેમ આપ્યું તે પણ સમજાશે. - જંબુદ્વિપની જગતીની વેદિકાથી ૫૫ જન દર ૧રા જન વિસ્તારવાળે અને ૬ યેાજન ઊંચે અને હાથીના કુંભસ્થળના આકારે હોય તે એક દ્વિપ રહેલ છે. તેમાં કાજળ જેવી કાળી ગુફાઓ છે. એ ગુફામાં જલચારી મનુ રહે છે. આ સર્વે મનુષ્યો પ્રથમ સંહનનવાળા, મદ્યપાન કરનારા, માંસભક્ષણ કરનારા, કાળા કાળા સીસમ જેવા વર્ણવાળા, દુર્ગધ મારતા શરીરવાળા હોય છે. તે અડગોલિક મનુષ્યો તરીકે ઓળખાય છે. તેમના અંડની ગોળીને ચમરી ગાયની પુચ્છ વડે ગુંથીને કાનમાં બાંધી વેપારીઓ સમુદ્રમાં પ્રવેશે છે. જેથી તેમને સમુદ્રના જીવજંતુ ઉપદ્રવ કરતા નથી.
આ અંડની ગેળી મેળવવા માટે વેપારીઓ ઘટીના આકારે વા શિલાના બે સંપુટ લાવે છે. તે સંપુટમાં દારૂ-માંસ-માખણ-મધ ભરીને અંડગેલિક મનુષ્યને ખાવા માટે લલચાવે છે. ગુફાથી ડે દૂર અંતરે રહી માંસના ટુકડા વગેરે ફેંકી અંડગોલિયાને ધીરે ધીરે સંપુટમાં પ્રવેશ કરાવે છે. જેવા અડગોલિક માનવે તેમાં પ્રવેશ કરે કે તુરંત જ ઘંટીનું પડ બંધ કરી દે. પછી યંત્ર વડે વજની ઘંટીમાં તે માનવેને દળવાનું શરૂ કરે. પણ આ મનુષ્યો એટલા બધાં બળવાન હોય છે કે એકાદ વર્ષ સુધી દળાય ત્યારે મહાવેદનાને અનુભવતા તેઓ માંડમાંડ મૃત્યુ પામે છે. (છતાં કદાચ એકાદ અંડગોલિક બચી જાય તે બહાર નીકળતાં જ બધાં વેપારીને મારી નાખે તેટલું બળ તેમનામાં હોય છે.) મૃત્યુ પામેલા અંડલિકના શરીરના ચૂર્ણ થતા તે ચૂર્ણ માંથી અંડની ગોળીઓ શોધી લે છે.
સુમતિને જીવ આ રીતે સાત સાત ભવ સુધી અડગેલિક મનુષ્ય, પછી પરમાધામી, ફરી અંડલિક મનુષ્ય અને પછી પરમાધામી એ રીતે ભવભ્રમણ કરશે. વિચારે હવે કે એક માત્ર લેકેત્તર ગુરુગત