SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શું પ્રભુ કે ગુરુને ઓળખ્યાં ? ' ૬૫ - - - - - - - - - - - - - - સુખને માટે જ ગુરુની માનતા માનવી, બાધાઓ રાખવી તે સર્વે લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ જાણવું. એક દૃષ્ટાંત – મગધ દેશમાં કુશસ્થલ નગર હતું. તે નગરમાં જીવ-અજીવ વગેરે તના જાણકાર એવા સુમતિ અને નાગીલા નામના બે ભાઈઓ રહેતા હતા. પાપકર્મને ઉદય થતાં તેઓ નિર્ધન બન્યા. ધન-ઉપાર્જન કરવા માટે બને ભાઈઓ પરદેશ જવા નીકળ્યા. માર્ગમાં ચાલતા તેઓએ પાંચ સાધુઓને જતાં જોયા. તેમના સંવાદો અને ચેષ્ટા વગેરે પરથી પાસસ્થા હોય તેવું જણાયું. - નાગીલે સુમતિને કહ્યું ભાઈ! મેં એક વખત નેમિનાથ પ્રભુના મુખે સાંભળેલું કે .. एवं विहे अणागार रुवे भवंति - ते कुसीले ते दिठ्ठिए वि निरकिउ न कप्पंति આવા પ્રકારના સાધુ વેશધારી હોય છે, તેઓને સિલિયા જાણવા. તેઓ દષ્ટિથી પણ જેવા ચોગ્ય નથી. માટે આપણે આવા મિથ્યાદષ્ટિઓને છેડીને આગળ જઈએ. સુમતિ કહે હે ભાઈ ! તું વકે દૃષ્ટિ દેખાય છે. નાગિલ કહે નહીં ભાઈ નહીં. હું મનથી પણ માધુના દોષને ગ્રહણ કરતા નથી. આ તે પરમ તારક શ્રી તીર્થંકર પરમાત્મા નેમિનાથ ભગવંતની આજ્ઞાનું પાલન કરું છું. સુમતિ કહે જે બુદ્ધિ વિનાને તું છે તે બેવકુફ તારે તિર્થંકર હશે કે જેણે આ નિષેધ કર્યો. નાગિલે સમજાવ્યું ભાઈ! આવી રીતે તું તીર્થંકરની આશાતના ન કર. આ સાધુ સાથેનો સંગ તને લકત્તર ગુરુગત મિથ્યાત્વ આપનાર છે. બાકી હું પંચ મહાવ્રતધારી ગુરુને અવિનય કદાપી કરું નહીં. સુમતિને નાગિલની વાત ગળે ઉતરી નહી. તેણે પ્રાણુના અંત સુધી આ સાધુને ન છોડવા તે નિર્ણય કરી તેમની પાસે દીક્ષા લઈ સાધુ બન્યા. ગૌતમ સ્વામીએ પ્રભુ મહાવીરને પુછયું હે પ્રભે ! આ રીતે મિથ્યાત્વવાસી બનેલ સુમતિને જીવ ભવિ છે કે અભવિ ? પ્રભુ કહે હે ગૌતમ તે જીવ ભવિ જ છે. ગૌતમ સ્વામીએ ફરી પૂછયું ભગવન ! તેની ગતિ શી થઈ છે? વિર પરમાત્માએ જણાવ્યું કે ગૌતમ! જિનેશ્વરની આશાતના તથા મિથ્યાત્વના પરિણામને લીધે તેણે અનંત
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy