________________
( ૬૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
--
રાજાને કહ્યું રાજન! તીર્થકરેએ પ્રરૂપેલા સ્યાદ્વાદ તત્વના આચરણથી જ તું વાંછીત ફળને પામીશ. તે સાંભળી રાજા સમકિત સન્મુખ થયા.
અહીં ભાવિ લાભાલાભનું કારણ મહત્વનું હોવાથી કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યે જે આચરણ કરી તે દ્રવ્યથી મિથ્યાત્વરૂપ હતી પરંતુ ભાવ મિથ્યાત્વ ન હતું. કેમકે અંતરંગવૃત્તિ તે ગુરુદેવની નિર્મલ જ હતી.
જ્યારે શ્રાવકોને દ્રવ્ય અને ભાવ અને પ્રકારે મિથ્યાત્વને ત્યાગ કરવાનું કહ્યું તેનું કારણ એ કે શ્રાવકેને સામાન્યતા વિશિષ્ટ જ્ઞાન કે વિવેક સદા સર્વદા હોતા નથી. માટે ટુંકુ સૂત્ર આપી દીધું
मिच्छं परिहरह મિથ્યાત્વના લૌકિક અને લોકેત્તર એવા પણ બે ભેદો પ્રસિદ્ધ છે. તે બંને ભેદોના પણ દેવ વિષય અને ગુરુ વિષયક એવા બે પ્રકાર છે. એમ ચાર પ્રકારે મિથ્યાત્વને ઓળખાવેલ છે.
(૧) લૌકિક દેવગત મિથ્યાત્વ – બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ આદિ લૌકિક દેવેને સુદેવ માનીને પૂજવા, નમવું, તેમના મંદિરોમાં જવું કે તેમની પ્રસિદ્ધ આરાધના-પ્રવૃત્તિ વગેરે કરવા તે સર્વેને લૌકિક દેવગત મિથ્યાત્વ સમજવું. - (ર) લૌકિક ગુરૂગત મિથ્યાત્વ – બ્રાહ્મણ, તાપસ, સંન્યાસી વગેરે લૌકિક ગુરુઓને સુગુરુ માનીને નમસ્કાર કર, દંડવત્ પ્રણામ કરવા, નયથી વગેરે બોલવું. તેમની ધર્મકથા સાંભળવી, તે પ્રમાણે આચરણ કરવી, બહુમાન કરવું વગેરે લૌકિક ગુરુગત મિથ્યાત્વ સમજવું.
(૩) લકત્તર દેવગત મિથ્યાત્વ – પરદર્શનીઓએ પિતાના કજે રાખેલી, પિતાના દેવરૂપે માનેલી જિન પ્રતીમાની પૂજા વગેરે કરવું. તેમજ આ લેકના સુખને માટે જેન તીર્થોની યાત્રા કરવા જવું, આ લેકને સુખ માટે તીર્થની માનતા માનવી, ઈહલેકની સિદ્ધિ કે સુખને માટે જિનેશ્વર દેવને ભજવા તે સર્વે લોકેત્તર દેવગત મિથ્યાત્વ કહેવાય. . (૪) લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ :- પાસસ્થા, અવસગ્ન વગેરે કુસાધુઓને ગુરૂરૂપ માનવા, વન્દન કરવું અથવા તે ગુરુના તૂપ, મૂર્તિ વગેરેની આ લેકના સુખને માટે યાત્રા કરવી, ઈહલેકના