________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
નિર્ભયપણે પ્રગટ કરી અને ખરેખર સત્ય શું હેઈ શકે તે જણાવ્યું. - બંકીમચંદ્રના મિત્રોને આ વાત ગમી નહીં. તેઓ બંકીમચંદ્રથી નારાજ થઈ ગયા. પાછા ફરતાં બેલ્યા, ચટ્ટોપાધ્યાયજી તમે તમારું મંતવ્ય ફેરવ્યું તે બહુ ખોટું કર્યું. લોકો પર એવી છાપ પડી કે તમે અસ્થિર ચિત્તવાળા છો. તમારા પરનું બહુમાન ખલાસ થઈ ગયું લોકેનું.
બંકીમચંદ્ર બેલ્યા, મિત્રો આપને દુ:ખ લાગ્યું તે માફ કરજે. પણ જેને કદી પોતાનો મત ફેરવો ન પડે તે ખરેખર મહાન પુરુષ કે મહાત્મા છે. અને પોતાની વાત ખોટી (મિથ્યા) છે તે જાણવા છતાં ખોટા મતને વળગી રહે તે તે કપટી અથવા દંભી છે. મિત્રો, હું ન તે દંભી છું ને તે મહાત્મા, એટલે મેં મારી મિથ્યા વાતને છોડીને સત્ય વાત પ્રગટ કરી તેમાં ખોટું શું કર્યું?
આ સામાન્ય દાનમાં મહત્વપૂર્ણ વાત એકજ “ખોટાને છેડે મિથું રિટ કેમકે કેવળજ્ઞાની જ સંપૂર્ણ શાશ્વત સત્ય સદાકાલ માટે પ્રરૂપી શકે, છદ્મસ્થની ભૂલ કયારેક તે થવાની શક્યતા છે. તેમને ત્રિકાલજ્ઞાન તે છે જ નહીં એટલે બંકીમચંદ્રની બીજી વાત ધ્યાનમાં રાખવા લાયક છે કે ખોટાને વળગી રહેવું તે દંભીપણું છે. તેથી શ્રાવક નું કર્તવ્ય લખ્યું “મિથ્યાત્વ-ત્યાગ” મિથ્યાત્વ એટલે શું?
મિથ્યાત્વના અર્થ માટે ઘડે અને ગાયનું દાનત જોયું તે વાત તત્વ દષ્ટિએ રજૂ કરતા જણાવે કે
સુદેવ-સુગુરુ અને સુધર્મને કુદેવ-કુગુરુ કે કુધર્મ માનવા–અથવા –કુદેવ કુગુરુ કુધર્મને સુદેવ-સુગુરુ-સુધર્મ માનવા–અથવા-બનેમાં કેઈજ ફેરફાર નથી, તેવું માનવું–અથવા–દેવ, ગુરુ કે ધર્મનું અસ્તિત્વજ નથી તેવું સ્વીકારવું આ બધું જ મિથ્યાત્વ છે.
મિથ્યાત્વને શત્રુ-વિષ કે રોગ સાથે સરખાવતાં જ્ઞાની પુરુષોએ જણાવ્યું કે શત્રુ, વિષ કે રોગ જીવને એકજ જન્મ માટે હણનારા બને છે. પણ મિથ્યાત્વ રૂપી શત્રુ, મિથ્યાત્વરૂપી વિષ કે મિથ્યાત્વરૂપી રોગ જીવને જનમ જનમ માટે ડૂબાડનાર કે ભમાડનાર બને છે. માટે મિથ્યાત્વને સર્વથા પરિહાર કરવાથી અથવા મિથ્યાત્વ ત્યાગ