________________
૫૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
તિષ્યગુપ્ત મુનિમાં મિથ્યાત્વ પ્રવેશી ગયું. તેણે મને મન નક્કી કર્યું કે જીવન એક છેલ્લા પ્રદેશમાં જ જીવ સંશા રહેલી છે. જેમાં લોકે કપડું બનાવવા માટે સુતરના એકેક તાંતણે ભેગા કરે. એક તાંતણે પછી બીજો તાંતણે પછી ત્રીજે તાંતણે....એમ એમ કરતાં કેટલાંયે તાંતણાં ભેગા થાય ત્યારે કપડું બને. પણ કપડું બન્યું જ્યારે કહેવાય? - જ્યારે તેમાં છેલ્લામાં છેલ્લો તાંતણે વણાય ત્યારે. મતલબ કે છેલે તાંતણે જ કાર્ય સાધક છે. તેમ જીવસંજ્ઞા પણ છેલ્લા પ્રદેશમાંજ રહેલી છે.
ગુરુ મહારાજે ઘણું સમજાવ્યું કે ભાગ્યશાળી! તારી આ માન્યતા બેટી છે. કપડામાં રહેલે છેલ્લે તાંતણે નહીં પણ સમગ્ર તંતુ સમુદાયજ વસ્રરૂપ ગણુય. વસ્તુમાં વસ્તુત્વ અન્ય અંશને કારણે નથી, પણ સઘળાયે અંશે વસ્તુત્વ માટે કારણ ભૂત છે. જે છેલા એકજ તાંતણાથી કપડું થતું હોય તે બીજા તાંતણ લાવવા કે વણવાની જરૂર શું?
તમારી ભાષામાં જ સમજે તે કહી શકાય કે જો એક દેરા રૂપ તાંતણે જ આખું કાપડ ગણાય તે તમે કેકડી કે દોરાના રીલથી જ ચલાવો કે પછી કાપડીયાને ત્યાં કાપડ લેવા જશે ?
તિષ્યગુપ્ત મુનિ આ વાત સમજ્યા નહી, માટે તેને ગરછ બહાર કર્યા (યાદ રાખજો ગરછ બહાર કર્યા છે. એ ખેંચી લેવાનું કયાંય લખ્યું નથી, કેમકે જિનવચનમાં શ્રદ્ધા ગુમાવી નિહ્મવ બન્યા. મિથ્યાત્વ પ્રવેશી ગયું એટલે વાત પુરી. જૈન શાસનમાં સંપૂર્ણ શ્રદ્ધા જોઈએ. એક ટકામાં પણ શંકા થઈ તે સંઘ બહાર, જિન વચનમાં સે ટકા શ્રદ્ધા જ જોઈએ. - આજ તે જૈન આચારની ગતાગમ ન હોય અને એકાદ ચાપડી (શ્રાવકને ગ્રન્થ) વાંચી ગયા ત્યાં તે કહેશે કે હું ફલાણ સંઘને પ્રમુખ છું. અલ્યા ભાઈ ! વાણીયા કે દી'થી પ્રમુખ થઈ ગયા. જૈન સંઘના પ્રમુખ સ્થાને તે આચાર્યાદિ મુનિ ભગવંતેજ હેય. શ્રાવકે તે શ્રમણ-ઉપાસના કરવાની હોય.
મૂળ વિષય પર આવીએ તે યાદ રાખવાને એકજ મુદ્દો છેમિથ્યાત્વ પરિહરે, સંસારમાં રખડવાનું બંધ કરવું છે? તે નાનાકડું સૂત્ર યાદ રાખે-મિક પરિહં.