________________
સંસારમાં કેમ રખડે છે ?
૫૯
તિષ્યગુપ્ત મુનિ વિહાર કરતાં કરતાં એક વખત આમલક૯પા નામે નગરીમાં પહોંચ્યાં. ત્યાં જિનવચનમાં અતુટ શ્રદ્ધા ધરાવતે એક મિત્રશ્રી નામે શ્રાવક રહેતે હતો. તેને થયું કે મુનિરાજશ્રી વ્રત-નિયમનું પાલન તે સુંદર રીતે કરી રહ્યા છે. માત્ર એક વચનમાં શંકા થતાં નિદ્ભવ પણું પામ્યા છે. તે તેને પ્રતિબંધ કરું. | મુનિ મહારાજને નિમંત્રણ આપ્યું કે આપ આજે મારે ત્યાં આહાર માટે પધારે. તિષ્યગુપ્ત ત્યાં ગયા ત્યારે મિત્રશ્રી શ્રાવકે બહમાન પૂર્વક બેસાડયા. ઉત્તમ પ્રકારના અનેક ભક્ષ્ય ભેજન અનપાન વસ્ત્રાદિને સમૂહ ધરેલ હતું. સર્વમાંથી છેલ્લે એકએક અવયવ લેતે જાય છે. અને પાત્રમાં મુકતે જાય છે. જેમકે શાક પકવાન વગેરેને કણી મુકે દાળ, કઢી, જળ વગેરનું એક-એક બિંદુ લે–એ રીતે વહેરાવે છે.
તિષ્કગત કહે છે. શ્રાવક! આ એક-એક કણ આપીને તું મારી હાંસી શા માટે કરે છે? તારે આવી મજાક કરવી હતી તે મને નિમં. ત્રણ કેમ કરી ? - મિત્રશ્રી શ્રાવકે પ્રત્યુત્તર વાળ્યો કે એ તે આપને જ મત છે. જે છેલા કણીયાથી જ આપને સુધાની તૃપ્તિ નહીં થાય તેમ કહેશે તે આપને મત જુઠો પડશે. કેમકે ભગવાનના મતે તે જીવ સર્વ પ્રદેશમાં છે. ગુરુ મહારાજે પણ આપને સમજાવ્યું છે કે કાપડના છેલ્લા તાંતણાને કાપડ ન મનાય પણ બધાંજ તાંતણાના સમૂહને કાપડ મનાય. જે સંપૂર્ણ આહારથી જ તૃપ્તિ થાય તેવું તમે માનતા હે તે તમારો મત છેડે પડશે.
આ સાંભળી જિનવચનમાં થયેલી અશ્રદ્ધા દૂર થતાં તિષ્યગુપ્ત પહોંચ્યા ગુરુમહારાજ પાસે. મિથ્યાત્વને ત્યાગ કરી ગુરૂ પાસે આયણપ્રતિક્રમણ કર્યું ને સદગતિને પામ્યા. આ રીતે શ્રાવકોએ પણ મિથ્યાવનો ત્યાગ કરવો જોઈએ. માટે જ મનહ જિણાણું સજઝાયમાં શ્રાવક માટે બીજું કર્તવ્ય જણાવ્યું fમારું
આ આખી વાત શરૂ કયાંથી થઈ? કે પછી બારદાનમાં (કથામાં) ઘઉ (તાવ) ભૂલાઈ ગયા ? આખી વાતને આરંભ થશે “સંસારમાં કેમ રખડે છે?” એ વિષયથી