________________
પર
અભિનવ ઉપદેશ પ્રાસાદ
નથી. વહાણને જે ભાગ આમે ય નકામે જ છે તેમાં કાણું પડવાથી મુંઝાવાનું શું હોય?
આ મહામૂર્ખને કેણ સમજાવે કે હવે આ વહાણ સમુદ્રમાં ડુબવાનું જ છે.
આ જ રીતે મિથ્યાત્વ પણ સંસાર સમુદ્રમાં તરતી આ માનવ ભવ રૂપી નાવને ડુબાડનાર બને છે. કેમ કે જેમ અજ્ઞાની મુસાફરને માટે અજ્ઞાન જ અંધકાર રૂપ હતું એટલે વહાણ ડુબવાની વાત સમજાઈ નહીં. તેમ અજ્ઞાની જીવને માટે મિથ્યાત્વ જ મોટો અંધકાર છે - અને મિથ્યાત્વ રૂપી શત્રુને હણ્યા વિના આત્મા કદી મેસે જવાને નથી. પણ મિથ્યાત્વ એટલે શું ?
- મિથ્યાત્વ એટલે અનાદિના ભ્રમણને લીધે ચિત્ત ભૂમિ પર છવાઈ ગયેલી ખોટી ધારણાઓ. જે આપણું નથી તેને આપણું માની બેઠા. પરિણામે જીવને સાચી પરિસ્થિતિનું ભાન ન થાય. ગમે તેટલા પ્રયત્ન કરે પણ ઈષ્ટ ફળ સિદ્ધિ એટલે કે મેક્ષમાં સફળતા મળે જ નહીં. | આપણું શ્રાવકે મિથ્યાત્વની વાતમાં એક જ બચાવ શોધીને બેસી ગયા, કે હું જ્યાં જોગી સંન્યાસીઓને માનું છું કે હું કયાં તેમના વ્રત-વતેલા કરું છું, પછી મારામાં મિથ્યાત્વ કયાં રહ્યું સાહેબ
ત્યારે તેને સમજાવવું પડે કે ભાગ્યશાળી ! બીજાને ન માનવા માત્રથી મિથ્યાત્વ રહિત ન થવાય. તત્ત્વની શ્રદ્ધા ન થવી એજ મિથ્યાત્વ છે. અરે તત્ત્વ અને અતત્ત્વ બંનેને સરખા માને તે પણ મિથ્યાત્વ જ છે. . - કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય યેગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશમાં જણાવે છે કે મિથ્યાત્વ એટલે—
अदेवे देव बुद्धिर्या गुरुधोर गुरौ च या ___ अधर्मे धर्मबुद्धिश्च मिथ्यात्वं तदिपर्ययात्
એક રમણીય પ્રભાતે એક મુમુક્ષુએ અકળાઈને બુદ્ધને કહ્યું, પ્રજો! આપ કહે છે કે બધાને મોક્ષ મળી શકે અને સંસારની રખડપટ્ટી બંધ થઈ શકે છતાં કેઈ નેય મોક્ષ પ્રાપ્ત થતું હોય તેવું તે દેખાતું નથી. તે જગતને આ ખેલ કેમ છે?
બુદ્ધના પ્રશાંત ચહેરા પર હાસ્યની લકીર આવી ગઈ. જિજ્ઞાસુને