________________
• ૫૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કાણુ સાધુ, વૃદ્ધસાધુ, કઢીયા સાધુ, કુબડા સાધુ એમ એક પછી એક રૂપે મુનિ અષાઢાભૂતિ વિદુર્વતા ગયા ને નટને ઘેરથી એક એક લાડ વહોરતા ગયા. ઉપર બેઠેલા નટે જોયું કે આ મુનિ ન. વિદ્યા માટે કુશળ છે તે મારી પુત્રી દ્વારા તેને આકર્ષી મારે ઘેર લાવું.
બંને પુત્રીના રોજના પ્રયત્નોથી મુનિ તેનામાં આસક્ત થયા. ગયા ગુરુ મહારાજ પાસે રજા લેવા. હે ભગવન્! મેં બાળપણમાં દીક્ષા લીધી છે માટે વિષયસુખ ભેગવ્યું નહીં. પણ હવે બે સ્ત્રીઓ સામેથી શપ્યાસુખ ભોગવવા માગણી કરે છે તે મને તેમ કરવા રજા આપે.
ગુરુ સમજે છે કે આવી આજ્ઞા ન અપાય. પણ મુનિ આજ્ઞા લેવા આવ્યા, માટે હજી તે આજ્ઞાવત તે જણાય છે. તેથી ચેડાં પણ જે પરિણામ હશે તે લાભકારક બનશે.
ગુરુ મહારાજે કહ્યું કે તને વ્રત-આરાધના કરતાં પણ નટડીના સુખ વધુ લાગ્યા તે ખેટું જ છે, છતાં મારી એટલી આજ્ઞા પ્રમાણ કરજે કે દારૂ-માંસને કદી અડીશ નહીં. અને તેના ભક્ષણ કરનાર સાથે કદાપી સંબંધ રાખીશ નહીં. અષાઢાભૂતિ મુનિ “તહરી” કહી વેશ મૂકીને ચાલ્યા.
નટ-નટડી સાથે શરત કરી કે તમારે સર્વથા દારૂ-માંસનો ત્યાગ કરો તે જ તમારી સાથે રહે. નહીં તે મારા ગુરુની આજ્ઞા મલે તેમ નથી. નટડીએ શરત કબુલી. લગ્ન થયા. ૧૨ વર્ષ વીત્યા. એક દિવસ નટડીને થયું કે સ્વામી નથી તે આજે દારૂ-માંસ લઈ લઈએ. પણ અચાનક અષાઢાભૂતિ આવ્યા. દશ્ય જોયું. ખલાસ- ગુરુની આજ્ઞા યાદ આવી. સ્ત્રીની આસક્તિ છુટી ગઈ ને શાશ્વત પદ સુધી પહોંચ્યા. કારણુ-આજ્ઞાપાલન.
दुविहा जिणिद पूआ दब्वे भावे अ तत्थ दव्वंमि
दग्वेहि जिणपूआ जिणआणा पालणं भावे જિનપૂજા દ્રવ્ય અને ભાવથી કરાય છે. પુદગલ દ્રવ્ય વડે કરાતી પૂજા તે દ્રવ્યપૂજા. જિનાજ્ઞાપાલન તે ભાવપૂજા. તમે પણ આવી ભાવપૂજાથી મુક્તિને પામે એ જ અભ્યર્થના.