________________
મારે તારુ વચન પ્રમાણ
. અને પ્રધાન કર્તવ્ય છે. વર્તમાનકાલે જિનાજ્ઞા તે શાસ્ત્ર સ્વરૂપે જ લિપિબદ્ધ છે. કેઈ વિશિષ્ટ જ્ઞાની તે છે નહીં. જે વીર પ્રભુએ ગૌતમ સ્વામીને આપેલ પ્રશ્નોત્તરની જેમ આપણા અજ્ઞાનનું હરણ કરે.
તેથી જ મનહ જિણાણુની સજઝાયમાં છેલ્લે સુંદર વાક્ય મુકયું. નિરં સુવા માને જિનની આજ્ઞાને પણ કઈ રીતે ? તે કહ્યું “નિત્ય સદ્દગુરુના ઉપદેશથી.”
એટલે કે શ્રાવકે ગુરૂના ઉપદેશપૂર્વક જિનાજ્ઞાનું પાલન કરવું જોઈએ. કેમ કે ડી આજ્ઞાનું કરેલ પાલન જીવને શાશ્વત સુખ આપનારું બને છે. - અષાઢાભુતિ નટવિદ્યામાં બેતાજ બાદશાહ સમાન હતા. ભરત ચકવતીનું નાટક ભજવવા તૈયાર થયા. જીવનનું સૌથી છેલ્લું નાટક ભજવી નટડીના પિતાને પુષ્કળ ધન આપવાનું હતું. પ૦૦ રાજકુમારોને તૈયાર કર્યા. જાણે ખરેખર ભારતચક્રી હોય તેમ ચક્રની ઉત્પત્તિ, છ ખંડની સાધના, ૩૨ હજાર મુગટબદ્ધ રાજા, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘેડા, ૮૪ લાખ રથ, ૯૬ કરોડ સુભટ સહિત ત્રણ ખંડ જીત્યા, ત્રણ ખંડ જીત્યા બાદ વિદ્યાધરની કન્યાને સ્ત્રી રત્ન તરીકે સ્થાપી વગેરે બધું જ નાટક અસલ ભરત ચકી હોય તે રીતે નિર્માણ કર્યું. છેલે ચરમ સીમા આવી નાટકની અને અષાઢાભૂતિના જીવનની.
ભરત ચક્રીની જેમ અરીસા ભવનમાં દાખલ થયા. આંગળીમાંથી વીંટી પડી ગઈ ને ભારતની જેમ અનિત્યાદિ ભાવનાએ ચઢયા. જીવનમાં પણ ખરેખરું નાટક ભજવાઈ ગયું ને અષાઢાભૂતિ પામ્યા કેવલજ્ઞાન, ત્યાં જ પંચમુષ્ટિ લેચ કર્યો. દેવતાઓએ આપેલ વેશ ધારણ કર્યો. લોકે હજી નાટક છે તેમજ સમજતા હતા પણ અષાઢાભૂતિ ખરેખર કેવલી બની ગયા.
આ બધું બન્યું કેમ? નટડીના મેહમાં ડુબેલા અષાઢાભૂતિ અચાનક કેવલી બને જ કેમ?
– એક જ ઉત્તર, માત્ર આજ્ઞાને માની માટે-મુનિ અષાઢાભૂતિ ગોચરી વહરવા ગયેલા. નટના ઘેર ભિક્ષામાં લાડ મ. મુનિને થયું અરે રે એક લાડવામાં મારે ભાગે શું આવશે ?