________________
૪૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
અનુષ્ઠાનથી આનંદ શ્રાવક વિશાળ અવધિજ્ઞાનને પામ્યા.
ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે હે ગૌતમ તમે હવે આનંદ શ્રાવકને મિચ્છામિ દુક્કડમ આપ. ગૌતમ સ્વામી પણ વીર પ્રભુની આજ્ઞા પામી તુરંત જ ગેચરી મુકી, વાણીજ્ય ગ્રામ નગરમાં પાછા પધાર્યા. આવીને આનંદ શ્રાવક સાથે ક્ષમા યાચના કરી.
આને કહેવાય જિનાજ્ઞા પાલન. ચાર જ્ઞાનના ધણી, પ્રભુના પ્રથમ શિષ્ય, હજારે શિષ્યના ગુરુ એવા ગૌતમ સ્વામીને પણ જ્યારે પ્રભુએ આજ્ઞા કરી તે સામાન્ય ગૃહસ્થની માફી માંગી. આ જગ્યા પર તમે હે તે શું કહે ?
ધૂળ પડી તમારી સેવામાં. તમારા શાસન માટે આવડી મોટી દ્વાદશાંગી રચી, આગમ બનાવ્યા ને મને કાંઈ વળતર નહીં. માથે જાતાં એક નાની વાતમાં માફી માંગવાની. તમારા જેવા ભારે કમી ભગવાનની ધૂળ કાઢવામાં બાકી રાખે ખરા ? મરતા એવા કણબી માટે શાસનના ધુરંધરે માફી માંગવા જવાનું?
કઈ રીતે સહન કર્યું હશે ગૌતમ સ્વામીએ ? શાસનના ધારી. ભગવાનની જમણી ભૂજા જેવા-વળી પ્રથમ શિષ્ય-તથા ૫૦૦-૫૦૦ને સાથે લઈને આવેલા એવા-છતાં કઈ નહીં–
કારણ મનમાં એક જ વાત રમતી હતી. વણાઈ ગયું હતું હૃદયના કણકણમાં
મારે તારાં વચન પ્રમાણ– નહીં માનું અવરની આણ
આ રીતે શ્રાવકે પણ આજ્ઞા પાલન કરવું જોઈએ. આજ્ઞા પાલન એટલે કે જિન વચન અંગીકૃત કરવું અથવા તે જિનેશ્વરે પ્રરૂપેલા તમામ આગમે કે શાસ્ત્રોને આદર પૂર્વક સ્વીકારવા. आज्ञा-आ-सामस्त्येन अनन्त धर्म विशिष्टतया
ના-નાયતે | અવqધ્યને અનન્ત એવા ધર્મને (શાસ્ત્રને) સમસ્તતા પૂર્વક વિશિષ્ટ રીતે જાણવા-સમજવા એટલે કે કેવળ જ્ઞાની અથવા સંપૂર્ણ જ્ઞાની પરમાભાએ પોતાના અનંત જ્ઞાનના બળ વડે શાશ્વત સત્યાની કરેલી પ્રરૂપણાને સમજવી-સ્વીકારવી. કેમ કે જિનાજ્ઞા પાલન એ શ્રાવકનું પ્રથમ