________________
४६
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ગૌતમ સ્વામી કહે હા થઈ શકે
તે પ્રભુ મને પણ અવધિજ્ઞાન થયું છે. હું પૂર્વ દિશા તરફ લવણ સમુદ્રમાં ૫૦૦ જન સુધી, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પણ ૫૦૦ જન સુધી અને ઉત્તરમાં ચુલહિમવંત નામના વર્ષ ઘર પર્વત સુધી જોઈ શકું છું. વળી ઊંચે સૌધર્મ દેવલેક અને નીચે રત્નપ્રભા પૃથ્વીમાં લેલુપ નામના નરકાવાસના પહેલા પ્રતર સુધી જોઈ શકું છું. હે પ્રભુ મને આટલું અવધિજ્ઞાન થયું છે.
આનંદ આટલું બધું અવધિજ્ઞાન કદી ગૃહસ્થને ન થઈ શકે. આટલી સ્થિરતા નિર્મળતા ગૃહસ્થને અસંભવિત છે. આનંદ તમારી ભૂલ થાય છે માટે આલેચના કરો.
આનંદ શ્રાવક કહે પ્રભો ! સાચી વાત કહેનારને પ્રાયશ્ચિત હોય ખરું? ગૌતમ સ્વામી કહે ન હોય. તે પ્રભુ આપ જ પ્રાયશ્ચિત કરે. ગૌતમ સ્વામી તે પહોંચ્યા વીર પ્રભુની પાસે. ભગવાન પાસે ખુલાસે પૂછયે.
શ્રી વીર પરમાત્માએ જણાવ્યું કે આનંદને જે અવધિજ્ઞાન થયું તે વાત યથાર્થ છે. પાંચ પ્રકારના અનુષ્ઠાન –
(૧) વિષ અનુષ્ઠાન – આ લેકને માટે જે કાંઈ તપસ્યા-કિયા વગેરે કરે તેને વિષ અનુષ્ઠાન કહેવાય છે. જેમ નાગધિકા વેશ્યાએ કુલવાલક મુનિને ભ્રષ્ટ કરવા માટે જે વૈયાવચ્ચાદિ કર્યા તે વિષ અનુષ્ઠાન થયું.
(૨) ગરલ અનુષ્ઠાન :- પરલોકના સુખને માટે જે કાંઈ તપસ્યાઆરાધના વગેરે થાય છે. જેમ વસુદેવના જીવ નંદિષેણે તપ કર્યો તે કેવલ પછીના ભાવમાં સુખ પ્રાપ્તિ માટે હતા, તે તેને ગરલ અનુષ્ઠાન કહેવાય.
(૩) અન્યોન્યાનુષ્ઠાન – ઉપગ વગર સામાયિક આદિ કિયા કરે કે અન્ય કઈ તપ કરે અથવા બીજા જીવની ક્રિયા જોઈને સંમૂચ્છિમની પેઠે અનુસર્યા કરે તે અન્યોન્યાનુષ્ઠાન કહેવાય.
(૪) તહેતુ અનુષ્ઠાન - ઉપગ પૂર્વક અભ્યાસને અનુકૂળ જે ક્રિયા કરવી તે તદ્દહેતુ અનુષ્ઠાન કહેવાય. જે રીતે આનંદ શ્રાવકે ૧૪ વર્ષ બાર વ્રતનું પાલન કર્યું પછી પ્રતિમા અંગીકાર કરી.