________________
૪૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
થઈ ગયો હોય તે પણ અગિયારમાં ગુણઠાણેથી જીવ પડીને સીધે ચોથે અને કયારેક તે મિથ્યાત્વ સુધી પહોંચી જાય છે.
માટે દશે પ્રકારના ધર્મનું સ્વરૂપ સમજી રાખે તે સંવરની આદરણીયતા રૂ૫ જિનાજ્ઞા પાલન થઈ શકે.
છેલું પગથીયું છે પાંચ પ્રકારનું ચારિત્ર.
(૧) સામાયિક ચારિત્ર :- સાવદ્ય (પાપ) યોગના ત્યાગ પૂર્વક સમભાવે જીવન વ્યતિત કરવું.
(૨) છેદે પસ્થાપનીય - વડી દિક્ષા વગેરે કારણે પ્રથમના ચારિત્ર પર્યાયને છેદ કરી પુનઃ સ્થાપના કરવી. વર્તમાન કાલીન પર. પર મુજબ અહિંસાદિ પાંચ મહાવ્રતને સ્વીકાર કરવો.
(૩) પરિહાર વિધિ - તપ વડે વિશુદ્ધિ કરવી તે. હાલ તીર્થકર કે વિશિષ્ટ જ્ઞાનીને અભાવે આ પ્રકારનું ચારિત્ર વિચ્છેદ પામેલ છે.
(૪) સૂક્ષમ સપરાય - સંજવલન લેભને ઉદય બાકી હોય અને બીજા સર્વેને ક્ષય કે ઉપશમ થયા હોય તેવું ચારિત્ર.
(૫) યથાખ્યાત ચારિત્ર - કષાયને સર્વથા ઉપશમ અથવા ક્ષય થાય.
આ રીતે પ૭ ભેદે સંવરને વર્ણવ્યો પણ સંવરની જાણકારી શા માટે જરૂરી છે તે યાદ છે કે ભૂલાઈ ગયું?
જિનેશ્વરની આજ્ઞાના પાલન માટે. શ્રાવકનું પ્રથમ કર્તવ્ય છે જિનાજ્ઞા પાલન. જિનાજ્ઞામાં બે વસ્તુ બતાવી. આશ્રવાઃ સર્વથા હેય અને ઉપાયશ્ચ સંવર
તમે પણ સંવરની ઉપાદેયતા સમજી જિનાજ્ઞા પાલન કરતાં મેક્ષ માર્ગને પામો તે જ શુભકામના.