________________
૩૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
મારતા ખેડૂતને પકડીને ઝાડ સાથે બાંધી દીધે. સ્વામીજીએ તુરંત જ આજ્ઞા કરી કે ખેડૂતને છોડી દો. તેણે મને જે માર માર્યો તે શિક્ષા મારા માટે એગ્ય જ છે. કેમ કે શિષ્યોને દોષ એ મારો પિતાને જ દોષ ગણાય. પિતાની ઈજાની પરવા કર્યા વિના તેમણે ખેડૂતને બંધન મુક્ત કરાવ્યા. - ખેડૂત તે સ્વામી રામદાસની આવી ક્ષમાશીલતા જોઈ બેલી ઉઠે, માફ કરજો ક્ષમાવાન ! મેં તમને પેટી સજા કરી.
બસ આવી ક્ષમા ધર્મયુક્તતા દ્વારા સંવરની સાધના કરી જિનાજ્ઞાનું પાલન કરવું જોઈએ.
ક્ષમા તે યતિધર્મનું એક પગથિયું થયું પણ ક્ષમા વગેરે દશ ધર્મો જાણવા જરૂરી છે. કેમ કે આજ કાલ ક્ષમાશ્રમણ (મામા ) ને અર્થ માત્ર ક્ષમાધર્મ પૂરતો જ મર્યાદિત કરવા લાગ્યા છે. પણ ખરેખર “ક્ષમા પ્રધાન છે અથવા પ્રથમ છે તેવા” એ અર્થ કરીને બાકીના નવે યતિધર્મો જાણવા-સમજવા આવશ્યક છે.
खंती मद्दव अज्जव मुत्ती तव संजमे अ बोद्धव्वो सच्चं सोअं आकिंचणं च बंभं च जइ धम्मो ક્ષમા માર્દવતા આર્જવતા મુક્તિ તપ સંયમ સત્ય
શૌચ આકિચન બ્રહ્મઆ દશ યતિધર્મો જણાવેલા છે. ક્ષમા પછી
(૨) માતા – માનને ત્યાગ કરી નમ્રતા ધારણ કરવી તથા માન વડે ઉત્પન્ન થતા જાત્યાદિ મદને નિગ્રહ કરે.
(૩) આજવતા – માયાને ત્યાગ કરી સરળતા ગ્રહણ કરવી.
(૪) મુક્તિ - નિર્લોભતા કેળવવી અથવા બાહ્ય પરિગ્રહને વિશે મૂછને ત્યાગ કરવો.
(૫) તપ – ઇચ્છાઓના નિરોધ રૂ૫ તપને આદરવો.
(૬) સંયમ - ઈન્દ્રિય અને કષાયાદિ પર જય મેળવ એટલે કે તેને અંકુશમાં રાખવા.
(૭) સત્ય – જે બેલે તે યથાર્થ બેલે, હિતકારી બેલે અને પરિમિત અથવા તે ખપ પૂરતું જ બેલે.
* (૮) શૌચ - અંતકરણની પવિત્રતા અથવા તે ભાવેની શુદ્ધિ કેળવવી.