________________
ધર્મને આદરે
૩૫
નિર્ભય પણે રહેવું તે. અગિયારમે શસ્ત્ર પરિષહ-ઊંચી નીચી ગમે તેવી જમીનમાં સંથારે કરવો પડે તો મનને ખેદ ન થવા દેવો અને તે રીતે આ પરિષહ સહન કર.
અમેરિકન પ્રમુખ કિલવલેન્ડ કેઈ કામવશાત્ ટ્રેઈનમાં બેસી એક શહેરમાં જતા હતા. એજ ટ્રેઈનમાં સાહિત્યકાર રિચર્ડ ગિલ્ડર પણ પ્રવાસ કરી રહેલા. ટ્રેઈનમાં ચિક્કાર ગિરદી. બેસવાની પણ જગ્યા ન મળે તો સુવાની જગ્યા કયાંથી મળે?
ગિલ્ડર તે અકળાઈ ગયા. તેણે વિચાર્યું કે ચાલે પ્રમુખશ્રીના ડબ્બામાં જઉં ત્યાં તે આરામ મલી રહેશે.
કિલવલેન્ડને ગિલ્ડર પ્રત્યે માન પણ ઘણું હતું એટલે ગિલ્ડરને સંકેચને પ્રશ્ન નહતો. એક એક બે શોધ કરી પણું પ્રમુખ કયાંય દેખાયા નહીં- રીઝર્વ ડબ્બામાં પણ પ્રમુખ ન દેખાયા. ગાર્ડને બોલાવીને પૂછયું કે પ્રમુખ સાહેબ કયાં સુતા છે? ગાડે સામાન મુકવાના ડબ્બા તરફ આંગળી ચીંધી. ગિલ્ડરે ડબ્બામાં જઈને જોયું તો પ્રમુખ એક પેટી પર આરામથી સુતા હતા. ગિલ્ડરને આશ્ચર્ય થયું. પ્રમુખને પૂછયું કે અરે! આપ આમ કેમ સૂતા છો ? પ્રમુખશ્રી બોલ્યા કે એ બાઈને નાનકડું બાળક હતું અને સીટની જરૂર તેને વધારે હતી તો હું અહીં આવીને સૂઈ ગયે.
આ કહેવાય શય્યા પરિષહ પરનો વિજય. અજીઆ કુલની શય્યા જેને ખૂંચતી - અજીઆ સંથારે શીલા કરી સેજ, ધરમ ધોરી રે મુનિ તો વૈભાર ગિરિ જઈ વંદીએ
શાલીભદ્ર, જેને શ્રેણિક મહારાજાને સ્પર્શ પણ અકળાવી ગયે. એવા કેમળ શય્યામાં ઉછરેલા છ વૈભારગિરિની ધગધગતી શિલા. પર અનશન કર્યું તે શય્યા પરિષહને કે જય કર્યો હશે ?
આજ રીતે બીજા અગિયાર પરિષહ પર જય મેળવી જોઈએ. પણ કયારે ?
કાલે ઇગ્ન સંવર: એ પ્રભુ આજ્ઞા સ્વીકારી હોય તે. (૧૨) આક્રોશ-લોકે તરફથી ગુસ્સે-તિરસ્કાર સહન કરે. (૧૩) યાચના-દીનતા-અભિમાનને ત્યાગ કરી યાચના કરવી. (૧૪) વધ-પ્રહાર સહન કરવો.