________________
ધર્મને આદર,
૩૩
(૧) સમિતિ – સમ્યક ઉપગ અથવા સાવધાનતા પૂર્વકની પ્રવૃત્તિ તે સમિતિ.
૦ ઈર્ષા સમિતિ – ઉપગ પૂર્વક ગમન-સાડાત્રણ હાથ ભૂમિને જોઈને અને ત્રસ કે સ્થાવરની હિંસા ન થાય તે રીતે ચાલવું
૦ ભાષા સમિતિ:- જે બેલીએ તે બીજાને હિતકારી કે પ્રિય હોય તેવું બેલિવું–તે પણ સત્ય બોલવું તેમજ ઓછું બેલડું.
- એષણ સમિતિ – નિર્દોષ એવા વસ્ત્ર, પાત્ર, આહાર વગેરેનું ગ્રહણ કરવું.
૦ આદાન નિક્ષેપ:- ઉપયોગ પૂર્વક અને આંખ વડે વસ્તુનું પ્રમાર્જન કરી એટલે કે બરાબર જોઈને વસ્તુને લેવી અથવા મુકવી.
૦ પારિષ્ઠાપનિકા-- મળ મૂત્રાદિકને ત્યાગ નિર્દોષ અને જંતુ રહિત ભૂમિમાં કર. (૨) ગુપ્તિ-તત્વાર્થસૂત્ર અધ્યાયઃ ૯ ને કલેક: ૪ માં તથા ઉત્તરાધ્યયનના ૨૪ માં અધ્યયનના ૨૬ મા શ્લેકમાં ખૂબ સુંદર નાનકડું વાકય મુકયું સભ્ય યોગ નિરો પુતિઃ
સાવધાનતા પૂર્વક મન-વચન-કાયાની પ્રવૃત્તિને નિરોધ તે ગુપ્તિ. એટલે કે મન-વચન-કાયાની પ્રવૃત્તિને અપ્રશસ્તમાં જતી અટકાવી પ્રશસ્તમાં પ્રવર્તાવવી.
૦ મને ગુણિ-કોધ-હ-ઈર્ષ્યા વગેરે મનની અકુશલ પ્રવૃત્તિને રોકીને અક્રોધાદિ રૂપ ક્ષમા ત્યાગ-ભાવનાદિમાં મનને પરોવવું.
૦ વચન ગુપ્તિ-અસત્ય, અહિતકારી અને અપરિમિત બોલવાને ત્યાગ કરી સત્ય, હિતકારી તથા એછું કે જરૂર પૂરતું જ બલવું.
૦ કાય ગુણિ–આ શરીર વડે કરાતી હિંસા-ચેરી-અબ્રહાનું આચરણ વગેરે અકુશલ પ્રવૃત્તિમાંથી શરીરને અટકાવીને અહિંસાબ્રહ્મચર્યપાલન વગેરે શુભ પ્રવૃત્તિમાં જ આ કાયાને ઉપયોગ કરો તે કાય ગુપ્ત પ્રશ્ન:-સમિતિ અને ગુપ્તિની વાત કરી તે તે બનેમાં તફાવત શું છે? સમાધાનઃ-ગુપ્તિમાં અસત્ ક્રિયાને નિષેધ મુખ્ય છે–સમિતિમાં સલ્કિયાની પ્રવૃત્તિ મુખ્ય છે. છતાં સમિતિ માત્ર પ્રવૃત્તિ રૂપ છે. જ્યારે ગુપ્તિમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ બને છે.