________________
૩૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
--
આવી પચીસ પ્રકારની ક્રિયા વડે જીવ કર્મોને આશ્રવ કરે છે. એકાદ ક્રિયા દષ્ટાન્તરૂપે જોઈએ-તે અધિકરણિકી કિયા એટલે શું ? અધિકરણ સાધન વડે કરેલી. જેમકે છરી વડે શાક સમારવું. અહિં છરી વડે શાક સમારવાની જે ક્રિયા તેને સંભવ કર્મોને આશ્રવ કરે છે. તેથી આવી પચીસે પ્રકારની ક્રિયાને ત્યાગ કર તે જિનાજ્ઞા ટુંકમાં આશ્રવઃ સર્વથા હેય ૧૯૧૪ માં જર્મનને શરણે થવું પડયું ત્યારે તેઓએ સરસ વાત કરેલી. અમારા કિલ્લા-હથીયાર સ્ટીમર વગેરે બધું જ શત્રુઓએ કજે કર્યું પણ એક હથીયાર અમેઘ છે. શત્રુ રાજ આખી દુનિયા કજે કરે તો પણ અમારું હથિયાર કદી બહઠ થવાનું નથી. તે હથિયાર છે શત્રુ તરફ ધકકારની નજરે જોવું તે. અમોઘ છે આ એક જ હથિયાર. “શત્રુને ધિકકારે” જેટલું આ શસ્ત્ર દબાવાય તેટલું વધું તેજ થાય.
તમે પણ આવું એક હથિયાર રાખે. ધિકકારનું હથિયાર. શાસ્ત્રકારે જણાવે છે-પાપને ધિકકારો. તિર્થંકરને શરણે ગયા પછી પણ પાપ તરફ ધિક્કાર ન હોય તો ગમે તેટલી આરાધના કરે છતાં બચાવ થઈ શકશે નહીં. માટે સૂત્ર આપ્યું પાપને ધિકકારા.
સાથa: સર્વથા હેય: