________________
પાપને ધિકાર
૨૭
છતાં થુલભદ્ર મુનિ ચલાયમાન થયા નહીં. માટેજ સજઝાયમાં પણ કહેવાય છે કે, કેશા મંદિર ચોમાસુ રહયા ન ચલ્યા શિયળે લગાર તે સ્થૂલભદ્રને જાઉં ભામણે નમે નમોરે શત વાર
એવા મુનિવરને પાયે નમું ૮૪ ચોવીશી સુધી આ એક નામ અમર રહેશે. કેમ ? સર્વથા મૈથુનવિરમણ વ્રતને લીધે. જો કે સ્ત્રી પરિગ્રહ રૂપજ છે છતાં પાંચમા વ્રતમાં પરિગ્રહ વિરમણ વ્રત અલગ દર્શાવ્યું. કારણકે પરિગ્રહ એ બાવાજીની લગેટી જેવો છે. બાવાજીને ગામમાં ભિક્ષા માટે જવું પડે. તે લોકોએ એક લંગેટી બંધાવી. લગેટી સુકવીતી તે ઉંદર ચાવી ગયા. એટલે ઉંદરથી બચવા માટે બિલાડી લાવ્યા. બિલાડીને રોજ દુધ જોઈએ. દુધ લાવવું કયાંથી? એટલે ગાય લાવ્યા. પછી ગાય માટે થઈ ગમાણ. હવે તે સાફ કરવા શું કરવું? એટલે લાવ્યા ગાયવાળી -ગાયવાળી બની ગઈ ઘરવાળી ને બાવા બન્યા ઘરબારી.
માટે પરિગ્રહ વિરમણ વ્રત મુક્યું. સંતેષ પૂર્વક ઓછામાં ઓછી જરૂરીયાતથી જીવવું તે અને વસ્તુ પ્રત્યેના મમત્વ કે મૂછ નો ત્યાગ.
ગ:- ચોગ એટલે શક્તિ અથવા સામર્થ્ય. મન-વચન-કાયાની પ્રવૃત્તિને મોગ-વચન-કાયાગ તરીકે ઓળખાવાય છે. કાશ્વરઃ સર્વથા ય કહીને વેગને આશ્રવરૂપ ગણ્યા તે શું મન-વચન-કાયાની પ્રવૃત્તિને સર્વથા છેડી દેવી?
ના, પ્રવૃત્તિ સર્વથા છોડવાની વાત શ્રાવકે સમજવાની નથી. અત્યારે તે એટલું જ સમજે કે અશુભ ગને છોડે ને શુભમાં પ્રવર્તે.
૦ મનગ - મન દ્વારા વિચારણું રૂપ આત્માનું જે સામર્થ્ય પ્રગટે તે તેના ચાર ભેદ કહ્યા.
(૧) સત્ય મનેયેગ- યથાર્થ વિચારણા કરવી તે.
(૨) અસત્ય મને ગ– અસત્ય કે અાગ્ય વિચારણા કરવી તે ' (૩) મિશ્ર મનોયોગ-કંઈક સત્ય અને કંઈક અસત્ય વિચારણું કરવી તે.
(૪) અસત્યામૃષા માગ-જે વિચારણામાં સત્ય કે અસત્ય જેવું કંઈ જ ન હોય.