________________
અભિનવ ઉપદેશ પ્રસાદ
નહીં. આથી બીજું મૃષાવાદ વિરમણ વ્રત, જેમાં પણ મન-વચનકાયાથી કરવું, કરાવવું કે અનુમોદવું નહીં. આમ બીજુ મહાવ્રત હોય તે પહેલું ટકશે.
અવિરતિ આશ્રવ રોકવા ત્રીજે નંબરે કહ્યું કે સચિત્ત કે અચિત્ત, ડું કે ઘણું, જંગલમાં કે શહેરમાં કંઈ પણ આપ્યા વિના લેવું નહીં. લેવા માટે પ્રેરણા કરું નહીં કે લેનારને અનુદન આપવું નહીં. તે ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત, ત્રણે પ્રતિજ્ઞા સારી રીતે પાળે પણ પિતાની દૃષ્ટિ જ સ્થિર ન રાખે તો ?
હિંસા-જુઠ-ચોરીથી વિરમેલ હેય પણ જે સંસારના રાગમાં ડૂબે તો ગયે. પર્યુષણમાં સાંભળો છે ને-સિંહ ગુફાવાસી મુનિની વાત-જેમની તપશ્ચર્યાથી સિંહ સરખા જનાવર પણ શાંત થઇ જાય તે રીતે ચાતુર્માસ વ્યતીત કરે છે. છતાં કેશા વેશ્યાને ત્યાં ગયા ત્યારે ? પિતાના સામર્થ્યની પ્રતીતિ કરાવા પણ જરાક દષ્ટિ લપસી ત્યાં દૌર્ય અને શૈર્ય ગયું ને? - સ્ત્રીને સમાગમ તો ઠીક પણ તેની ઈચ્છા પણ પાયમાલ કરી દે તેમ છે. ચાહે દેવતા, ચાહે મનુષ્ય, ચાહે તિયચની કેઈપણ સ્ત્રી માટે વિષય ભેગને સર્વથા ત્યાગ થાય તે ચતુર્થ વ્રત મૈથુન વિરમણ.
સ્થૂલભદ્ર, કેશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવા ગયા છે. ગુરુ મહારાજની આજ્ઞા લઈને ત્યાં કેશાને પ્રતિબંધ કરીને આવવા માટે ગયા છે. પણ ત્યાં વાતાવરણ કેવું? - ઘર વેશ્યાનું છે. છએ રસથી ભરપુર ભોજન લેવાનું. તપ કે ઉપવાસમય ચોમાસું નહીં–ખાવાપીવાનું પુરેપુરું–વેશ્યાના નિવાસસ્થાનની ચિત્રશાળામાં ચિત્રે પણ કેવા ? મનહર કામચેષ્ટાને દર્શાવતા. વળી પૂર્ણ એકાન્તમાં એક સ્ત્રી સાથે છે. પૂર્વની પરિચિત અને પાછો પરસ્પર રાગ હતું તેવી સ્ત્રી –એ પણ સામાન્ય નહીં. નિપુણ વેશ્યા છે. ચાર ચાર મહિના પસાર કરવા છતાં મનમાં વિકાર નહીં. તનમાં વિકાર નહીં'. વચનમાં વિકાર નહીં. કેશા વેશ્યા મુનિને ચલાયમાન કરવા ભેગની પ્રાર્થના કરે. વિવિધ રીતે અંગોપાંગનું પ્રદર્શન કરે. તે પણ માત્ર દેખાવ કરતી નહીં હદયના ભાવો સાથે છે. વેશ્યા પણ પ્રેમ હૃદયપૂર્વકને કરે છે. આજકાલ તો પોતાની પત્ની પણ હાર્દિક પ્રેમ કરતી હશે કે નહીં તે તમને ખબર !.