________________
સંયમ દિન આરાધે
૩૪૩
આહાર, શરીરસત્કાર, મૈથુન અને પાપ વ્યાપારને ત્યાગ ચાર પર્વ દિનેમાં કરે તેને પૌષધવત કહેવાય છે. જે ચારે પ્રકારના પૌષધની આનંદ ગાથા પતિએ પણ આરાધના કરેલી હતી.
પર્વ એટલે શું ? રાત રૂતિ પૂર્વ “ધર્મને સંચય કરવામાં હેતુભૂત બની, ધર્મને જે પૂરણ કરે તે પર્વ.” એ પર્વદિનેમાં પૌષધ કરો તેને વયે કહેવાય છે. પર્વતિથિમાં આઠમ–ચૌદશપૂનમ અમાસને સમાવેશ કરે છે, જે ચારિત્રનીતિથિ હેવાથી તેમજ શિષધ એ સર્વવિરતિ જીવનની આરાધના હોવાથી સંયમ દિન આરાધ નામ રાખ્યું.
પણ સંયમ દિન (પર્વદિન) સંબંધમાં કદી કઈ ચિતન કર્યું છે ખરું ?
ખ્રીસ્તીઓ અઠવાડીયે એક વખત છુટ્ટી છે, તેનું નામ પાડયું રવિવાર પણ તેઓ રવિવારને Holiday કહે છે. Holiday એટલે પવિત્ર દિવસ. આપણે તેને અર્થ કરી દીધે રજાને દિવસ. મુસ્લીમેએ શુકવાર રાખ્યો. કેમ રાખે? જ પાંચ નમાજ પઢવી જોઈએ પણ રોજ ન થાય તે છેવટે એક દિવસ પણ ધર્મકાર્ય માટે ફાળવવો.
એ રીતે તમે કોઈ દિવસ ધર્મકાર્ય માટે રાખે કે પછી બારે મહિમા ગધેડાની જેમ મજુરી કરવાની?
આઠમ અને ચૌદશ એ ચાર દિવસ મહિનામાં જેનેના રજાના દિવસો રાખ્યા. રજાના એટલે મજા કરવાના નહીં, પણ ધમ આરાધના કરવાના દિવસે જેમ નોકરીયાત કે બાળકને શનિવારની સાંજે આનંદ હોય તેમ શ્રાવક પણ તેરસ કે સાતમની સાંજે આનંદમાં હોય કે અહો કાલ તે પર્વને દિવસ છે. અમે તે પૌષધ કરી સંસારના કાર્યોમાં કાલે રજા રાખીશું. પૌષધ દ્વારા સાધુપણાની તાલીમ લેશું. . કેમકે પર્વતિથિ શા માટે છે ? આરાધના, ધર્મધ્યાન, બહારના સંબંધમાંથી રાજીનામું અને આત્મીય સંબંધે સાથે જમજા– નિજાનંદ કે શાશ્વત આનંદ આત્માને જ હોયને! દહને આનંદ માણવે તે બાળકના રવિવારની રજા જે કહેવાય. હવે તમે બાળક છે કે સમજદાર? નક્કી કરી લેજે.