________________
૩૪૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
જે અકાળે સ્વાધ્યાય કરવાથી વિદન આવે તે અકાળે (અપર્વદિનમાં) પૌષધ કરતાં પણ વિન આવવું જોઈએને? તેને બદલે ધારેલી કાર્યસિદ્ધિ કેમ થઈ? કારણ કે પર્વના દિવસેમાં પૌષધ કરવો તે વિધિ વાય છે-નિષેધ વાક્ય નથી. ત્યાં પર્વનું માહાસ્ય દર્શાવે છે. માટે અષ્ટમીના સ્તવનમાં પણ સ્પષ્ટ શબ્દો લખ્યાકરી શકે છે કરણી સદા તે કરે એહ ઉપદેશ રે સર્વ કાલે નવિ કરી શકે તે કરે પર્વ સુવિશેષ
વિરતિએ સુમતિ ધરી આદરે પર્વ દિવસની આરાધના વિરતી પૂર્વક આદરવી જોઈએ. વિરતિ, એટલે વ્રતમાં રહેવું તે. પણ વ્રત કર્યું? “પૌષધ વ્રત” છતાં તેમાં અષ્ટમી ચતુર્દશીને વિશેષ મહત્વ કેમ આપ્યું ? કારણ કે તે ચારિત્ર તિથિ છે. આપણે પણ આજનું પરિશીલન સંયમ દિન આરાધે રાખ્યું તે ચારિત્રતિથિને મહત્વ આપવા જ રાખ્યું છે.
વાણિજ્ય ગ્રામ નગરમાં આનંદ ગાથાપતિ શ્રાવક પિતાના સગાંસંબંધિઓને ભેજન માટે નિમંત્રે છે. બધાંને ભેગા કરી ભગવાને પ્રરૂપેલા ધર્મમાર્ગને અનુસરવા સઘળો ભાર પોતાના જ્યેષ્ઠપુત્રને સેંપી પોતે નિવૃત્ત થયા. કેટલાક નામના પરામાં જઈ જ્ઞાતવંશના ક્ષત્રિય મહેલાની પૌષધશાળી આવી શ્રાવકની અગીયાર પ્રતિમામાં ચોથી પૌષધ પ્રતિમા નામક પ્રતિમાને ધારણ કરીને રહેલ છે.
આ પ્રમાણે પિષહ પડિમા વહન કરતાં એવા તે આનંદ ગાથાપતિને કેટલાક સમય બાદ લાગ્યું કે હવે જીવનકાલ અધિક નથી. તેથી સમસ્ત ભૂલની ક્ષમાયાચના કરી, સર્વજીવરાશી સાથે ક્ષમાપના કરી, ઘતેનું સ્મરણ કરી તેમાં જે જે દોષ રહ્યા કે થયા હોય તેનું મિચ્છામિ દુક્કડમ કર્યું પછી અનશન ગ્રહણ કર્યું. ધર્મ ધ્યાનમાં સ્થિર થતાં વિશાળ અવધિજ્ઞાનને પ્રાપ્ત કર્યું અને એ રીતે એક માસના અનશન બાદ દેવલોકમાં ગયો અને ત્યાર પછીના ભવે મોક્ષે જશે.
- આ બધે પ્રભાવ કેને? “પૌષધ પ્રતિમાન” એટલા માટે જ પૌષધની વ્યાખ્યામાં પણ ચાર પ્રકારને પૌષધને સમાવતા જણાવ્યું કે
आहार तनु सत्काराऽब्रह्म सावध कर्माणम त्यागः पर्व चतुष्टयां तद्विदुः पौषधव्रतम्