________________
ચાર શણગાર
૩૩૯
જાણે અમારા નિમિત્ત પિતે કેમ નિર્દોષ આહાર વાપરતા હેય રોજ ?
(૪) શરીર શોભા વધારે - પૌષધ કર્યા પછી શરીર સત્કારને ત્યાગ છે, પહેલા તે ત્યાગ નથી ને ! તેમ કહી ઘેરથી જ “અપ-ટુડેટ” થઈને આવે. . (૫) પૌષધ માટેના વસ્ત્રો ધોવડાવે.
(૬) ઘરેણું પહેરે – પૌષધ કરવા આવે ત્યારે શેઠ બહુ શ્રીમંત છે તેમ ક્યાંથી ખબર પડે? એટલે ભાઈ દશે આંગળીએ વીંટી ને ડોકમાં ચેઈન પહેરીને પૌષધ કરે.
(૭) વસ્ત્રો રગાવે - પૌષધમાં વસ્ત્ર મેલાન થાય માટે રંગાવિને કપડાં લઈ આવે.
(૮) શરીરનો મેલ ઉતાર - પૌષધમાં શરીર સકારને સ્નાનાદિકને ત્યાગ હોય છે. આઠ-આઠ દિવસમાં તે જાણે મેલનાથર જામી જવાના ન હોય તેમ બેઠા બેઠા શરીરને મેલ ઉતારે.
() કસમયે સુવું :- દિવસના નિદ્રા છે. તેમજ રાત્રિએ પણ સંથારા પિરિસિ ભણાવ્યા પહેલાં જ ઊંઘ ખેંચી લે.
(૧૦ થી ૧૩) વિકથા કરે - રાજકથા, દેશ કથા, ભક્ત કથા અને સ્ત્રી કથા એ ચારે વિકથા કરે. તે ચારે વર્જવી. પૌષધ શાળે ભેગા થઈને ચાર કથા વળી સાંધે કાંઈક પા૫ મીટાવણ આવે બારગણું વળી બાંધે આજ મારે એકાદશી રે નણદલ મૌન ધરી મુખ રહીયે
સ્ત્રી કથા વર્જન માટે જોગીદાસ ખુમાણનું એક સુંદર દૃષ્ટાન્ત વાંચેલું.
એક વખત જોગીદાસ બાબરીયાધાર આવતા હતા, તે દિવસની વાત છે. નવલખાના નેરડામાં ઘોડીઓ ઉતારી ત્યારે પાણીના પ્રવાહમાં પિંડી બુડ પગે ઉભેલી એક જુવાનડી દીઠી. હતી તે અઢારેક વર્ષની. પણ શું તેનું રૂપ હમણાં જ જાણે એગળીને પાણીના વહેણમાં વિયું જાહે. સામે નજર નંધીએ તે નક્કી પાપે ભરાઈએ તેવું રૂ૫. છતાં આવા જોગીદાસને ઈ વાતનું હાણેય ન મલે. નેરાની ભેખડું કે જીવતી અસ્ત્રી બેય આપાને મનને એક સરખાં.
આપાએ ઘેડી પાણીમાં નાખી તે પડખે ચડી જુવાનડીએ ઝબ દઈને ઘડીની વાઘ ઝાલી લીધી. ઘડીએ ઝબકીને મોઢાની ઝેટ દીધી.