________________
૩૩૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
-
-
-
-
-
લેભ ચારે કષાયે આયુષ્ય સિવાયની સાતે કર્મ પ્રકૃતિએને શિથિલ બંધ વાળી હોય તે દઢ બંધન વાળી કરે છે. આ વાત સાંભળી પુખલી શ્રાવકે વારંવાર શંખ શ્રાવકની ક્ષમાપના કરી.
શંખ શ્રાવક પણ પૌષધાદ વ્રતની ઉત્તમ પરિપાલના કરતે સૌધર્મ દેવલોકમાં દેવ પણે ઉત્પન્ન થયે તે પૈષધનું અનંતર ફળ જાણવું. પણ જીવનના ચાર શણગાર રૂપ ચતુવિધ પૌષધનું પરંપર ફળ એ છે કે તે શંખ શ્રાવક પછીના ભવે મહાવિદેહમાં જન્મ પામી ચારિત્ર ગ્રહણ કરી મેક્ષે જશે. આ આખે અધિકાર પંચમ અંગ શ્રી વિવાહ પ્રાપ્તિ સૂત્રના બારમાં શતકમાં વર્ણવેલ છે.
ગણુધરે સૂત્રમાં ગુંથેલ અને ભગવતે અર્થ વડે પ્રરૂપેલ એવા પાંચમા અંગમાં ચાર પ્રકારના પૌષધ વ્રત યુક્ત એવું આ ચરિત્ર વખાણાયું. તે રીતે વ્રતની ઉત્તમ પરિપાલના દરેક શ્રાવક વડે કયારે શકય બને ?
પૌષધના અઢાર દોષનું વર્જન કરી પૌષધવ્રતની ભાવપૂર્વક આરાધના કરે ત્યારે -- ૦ પૌષધના અઢાર દે કયા કયા? - (૧) પૌષધ ન કર્યો હોય તેમનું કે તેમણે લાવેલું પાણી વાપરે-બોલો તમે પાણી લાવો છો કે પછી પેઢીના નોકરને કહી દે છે – “ભાઈ ! પાણી લાવજે.” પાછું પાણી ન લાવે તે તેની ભૂલ હોય તેમ ધમકાવે. ટ્રસ્ટી સાહેબે એ ભૂલી જ જાય છે કે તેઓ શ્રાવક પ્રથમ છે ટ્રસ્ટી બાદમાં.
(૨) સ્વાદિષ્ટ આહાર જમ – આયંબિલ ઉપવાસ કરીને પૌષધ કર્યો હોય તે બરાબર છે. પણ એકાસણું કરીને સત્તર નવા ફરસાણ, મિષ્ટાન્ન ખાવા ને જીભને પિષવી. - (૩) પારણની ચિંતા કરે - આઠ દિવસના પૌષધ કર્યા હાય, સંવત્સરીને દિવસે જ ઘરવાળા આવે એટલે દશ જાતની સૂચના આપી રાખે કે કાલે આટલું આટલું સવારે તૈયાર કરી રાખજો.
કદાચ અમારા જેવા કેઈ સાધુ પૂછી બેસે કે કેમ ભાઈ ! આ બધું શું છે ? તે શું જવાબ મળે ખબર છે ? નાના સાહેબ, આ તે તમારે લાભ મળેને એટલે બાકી અમારે એવું કાંઈ હોય ?