________________
પરભવનું ભાથું
૩૨૯
એટલે શ્રેષ્ઠીને થયું કે આજે પર્વને દિવસ છે માટે મને જરૂર લાભ થશે. તે દિને ધીર રાજાના ભંડાર ખાલી થયા અને શ્રેષ્ઠીનું ઘર સેના-રત્ન આદિથી ભરાઈ ગયું. રાજાને શ્રેષ્ઠીની પર્વ આરાધના વિશે વિચારતા જાતિ સ્મરણ જ્ઞાન થયું. રાજાએ પણ જાવજ જીવ માટે ષટ્પર્ધી આરાધના માટે નિયમ કર્યો. ત્યારે પૂર્વભવના શ્રેષ્ઠી દેવે પ્રગટ થઈને કહ્યું કે તને બેધ પમાડવા માટે જ મેં આ બધું કર્યું હતું.
બીજા બને મિત્રો જે વીર અને હીર નામે રાજાઓ હતા, તેઓને પણ શ્રેષ્ઠી દેવે સ્વપ્નમાં પૂર્વભવ જણાવી બંને રાજાઓને પરાધનામાં દઢ કર્યા.
અનુક્રમે ત્રણે રાજાઓએ દીક્ષા ગ્રહણ કરી પર્વદિનોમાં આરાધના કરતા એવા ત્રણે રાજર્ષિ શુભ ધ્યાનથી કેવલજ્ઞાન ઉપાર્જન કરી પર્વને ઉપદેશ આપતા વિચરી મેક્ષને પામ્યા.
ઘનસાર શ્રેષ્ઠીને જીવ પણ દેવકથી ચ્યવી માનવભવ પામી દીક્ષા ગ્રહણ કરી પવ આરાધન કરતાં કેવલ જ્ઞાન પામી મેક્ષે ગયા.
માટે શ્રાવકે એ પણ પર્વ–આરાધન કરી પૌષધાદિમાં ઉદ્યવંતિમ રહેવું.
અહીં એક પ્રશ્ન થાય છે કે તિથિ ત્રણ પ્રકારે કહી (૧) ચારિત્ર તિથિ ૮-૧૪-૧૫-૩૦ (૨) જ્ઞાન તિથિ – ૨–૫-૧૧ (૩) દર્શન તિથિ- બાકી સર્વે દર્શન તિથિ જાણવી.
આ ત્રણેમાં ચારિત્ર તિથિને આશ્રીને થવી કે ચતુષ્ણવની વાત કરતાં આરાધના બતાવી પણ તિથિ કઈ રીતે સમજવી?
સવારે પ્રત્યાખ્યાન સમયે સૂર્યોદય વખતે ભેગવાતી તિથિને પ્રમાણ કરવી.
શ્રાદ્ધવિધિ પ્રકરણ ત્રણની ગાથા અગીયારમીમાં રત્નશેખર સૂરિજી
चाउम्मासिअ बरिसे पक्खिअपंचठ्ठमोसु नायव्वा
ताओ तिहीओ जासिं उदेइ सुरो न अण्ण्उ ચિમાસી, વાર્ષિક કે પાક્ષિક અને પંચમી તથા અષ્ટમીમાં તે તિથિ પ્રમાણ કરવી કે જ્યારે તે તે તિથિ સૂર્યોદયમાં હોય.