________________
૩૩૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કે
કેમ કે જે તિથિ આરાધનામાં બીજી તિથિ માનવામાં આવે તે. (૧) આજ્ઞાભંગ
(૨) અનવસ્થા (૩) મિથ્યાત્વ
(૪) વિરાધના આ ચાર બે લાગે છે.
હવે પર્વતિથિની આરાધના તે કરવી જ છે. કેમ કે પરભનું ભાથું બાંધવા આયુષ્યને બંધ પડે ત્યારે દુર્ગતિ નક્કી ન થઈ જાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે.
અહીં એક પ્રશ્ન થાય કે વર્તમાન કાલે પંચાંગમાં જ્યારે જ્યારે તિથિની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે શું કરવું ? ઉમાસ્વાતિ મહારાજાએ એક પદ આપ્યું.
क्षये पूर्वा तिथि कार्या वृद्धौ कार्या तथोत्तरा • તિથિને ક્ષય આવેલ હોય ત્યારે તેની આરાધના કરવા પૂર્વની તિથેિ કરવી. એટલે કે આઠમના ક્ષયે સાતમને ક્ષય ગણી આઠમની આરાધના કરવી. ચૌદશને લય પંચાંગમાં દેખાય ત્યારે તેરસને ક્ષય માની પાક્ષિક પ્રતિકમણ કરવું.
તિથની વૃદ્ધિ આવે ત્યારે ઉત્તર એટલે કે પછીની તિથિની આરાધના કરવી મતલબ કે પંચાંગમાં બે ચૌદશ દેખાડે ત્યારે પૂર્વની તિથિ તેરસ બે ગણુ બીજી ચૌદશની આરાધના કરવી.
પર્વતિથિએ પરભવનું ભાથું બાંધવા એટલે કે આયુષ્યના બંધ માટે અને તિથિ આરાધના ન થયાના પ્રાયશ્ચિતથી બચવા માટે પૌષધાદિની આરાધના પૂર્વક પર્વ આરાધે
* (નોંધ :- તિથિ વિષયક વિવાદને મહત્વ આપી આ વિષય ન વિચારવાન ચર્ચવા વિનંતી)