________________
૩૨૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પણ તમે અર્થ ફેરવી નાખે. તમે લોક કરે તે રીતે દિવાળી કરી નાખી. ત્યાગના પર્વને ભેગમાં ફેરવી દીધું.
લૌકિક પર્વે ભેગને માટે છે. પણ આપણું પર્વો ત્યાગના માટે છે. ત્યાગ અને ત્યાગીને રાગ એ જિનશાસનની જડ છે.
કહ્યું છે કે બીજની આરાધનાથી અણુવ્રત અને મહાવ્રતમય ધર્મ આરાધાય છે. અથવા તે નિશ્ચય અને વ્યવહાર ધર્મ કે મૃત અને ચારિત્ર ધર્મની આરાધના થાય છે.
પાંચમની આરાધનાથી મતિ આદિ પાંચ જ્ઞાનની આરાધના થાય છે. આઠમની આરાધના અષ્ટ કર્મોનો ક્ષયને માટે છે. એકાદશી અગીયાર અંગેની આરાધના માટે, ચૌદશ ચૌદ પૂર્વની આરાધના માટે છે તેમ જાણવુ.
આવા પર્વોની આરાધના થકી પેલે ધોબીઘાંચી–ખેડુત ત્રણે લાંતક નામે છઠ્ઠી સ્વર્ગમાં ચૌદ સાગરોપમના આયુ વાળા દેવ થયા. ઘનસાર શ્રેષ્ઠી પર્વ આરાધનથી અશ્રુત નામે અગીયારમા દેવલેકમાં દેવ થયો. ચારે દેવોને પરસ્પર મૈત્રી છે. ચ્યવન અવસરે ત્રણે દેવે શ્રેષ્ઠી દેવને વિનંતી કરે છે કે તમારે અમને પૂર્વભવની માફક બંધ પમાડે. - ત્રણે દેવે ચ્યવને જુદા જુદા સ્થળોએ ધીર-વીર-હીર નામે રાજાએ થયા.
ધીર રાજાના નગરમાં કઈક શ્રેષ્ઠીને પર્વના દિવસે વ્યાપારમાં ઘણે લાભ થતું હતું પણ બાકીના દિવસોમાં વેપાર કરે તે કંઈ લાભ થતું ન હતું. એક વખત તેણે જ્ઞાની મુનિને પૂછયું કે વ્યાપા૨માં મારે આવી વિચિત્ર લેણદેણ કેમ હશે? મુનિરાજે કહ્યું તે પૂર્વે પર્વ તિથિની દઢ આરાધના કરી હતી માટે પર્વદિને તને લાભ થાય છે. પણ કૃપણુતાને લીધે બીજા દિવસેમાં પુન્યકર્મ ન કર્યું હોવાથી તે દિવસેમાં લાભ થતું નથી. તેથી જ શ્રેષ્ઠીએ પણ પર્વતિથિમાં જ વેપાર કરી લાભ મેળવ્યા એ રીતે સુવર્ણની અનેક કેટી પ્રાપ્ત થઈ.
ધીર રાજાએ બેલાવીને પૂછયું કે આ ધન કયાંથી આવ્યું ? બસ પછી તેનું દ્રવ્ય લઈ જેલમાં પુરી દીધે. પંચમીને દિવસ આવ્યા