________________
૩૨૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
सो जयइ जेण विहिणा संवच्छर चउमासिअ सुपव्वा निद्धम्माण वि हवइ जेसिं पभावा धम्ममई
જે મનુષ્ય સંવત્સરી તથા માસી આદિ સુપર્વોનું વિધિપૂર્વક આરાધન કરેલ છે તે જયવંતા વર્તે છે. કેમકે જે પર્વને મહિમા થકી નિર્વાસ પરિણામ વાળા જીવોને પણ ધર્મને વિશે બુદ્ધિ થાય છે.
કારણ કે પર્વના મહિમાને પ્રભાવ જ એવે છે.
પ્રશ્ન:- આરાધના માટે કેટલાંક ત્રિપવ ગણાવે છે, કેટલાંક ચતપૂર્વી–પંચપર્વ કે ષટ્રપવીની વાત કરે છે તે આરાધના શેની કરવી?
સમાધાન :- પખવાડીયાને આશ્રીને આઠમ, ચૌદશ, પુનમ (કે અમાસ) તે ત્રિપવીં, દરેક માસની આઠમ, ચૌદશ, પૂનમ, અમાસ તેને ચતુષ્પવી કહે, બે આઠમ, બે ચૌદશ, પૂનમ, અમાસ તે પર્વો ત્રણેમાં તે કઈ ભેદ જ નથી.
માત્ર પંચ પર્વમાં શુકલ પંચમીને સમાવેશ થતો હોઈ છેડે ફેરફાર થશે. ચારિત્ર તિથિને આશ્રીને આરાધન કર્યું હોઈ ૮-૧૪-૧૫-૩૦ની વાત કરી અને જ્ઞાનની આરાધના તરીકે પાંચમને સમાવેશ કર્યો તે રીતે પંચપર્ધી પણ આરાધ્ય જ છે. અજવાળી પક્ષ પંચમી રે લાલ
કરે ઉપવાશ જગીશ રે હો આતમ નમે નાણસ્સ ગણુણું ગણે રે લોલ
નવકાર વાળી વીશરે હો આતમ
પંચમી ત: પ્રેમે કરો રે લાલ આ રીતે પર્વારાધના કરતા ધનસાર શ્રેષ્ઠી ને જોઈને રાજાની કૃપાના સ્થાન રૂપ એક બી, બીજે ઘાંચી, ત્રીજે કણબી, ત્રણે ધર્મમાં દઢ બની પર્વદિનેમાં પોતપોતાના આરંભને જરાપણ નહીં કરતા જીવન વીતાવે છે. ધનસાર શ્રેષ્ઠી તેને ભેજન વસ્ત્રાદિ આપી સત્કાર કરે છે.
એક વખત કૌમુદી મહોત્સવ નજીક આવતા રાજાના સેવકે રાજધબીને વસ્ત્ર ધોઈ લાવવા કહે છે. ત્યારે બેબીએ જવાબ આપ્યો કે આજે ચતુર્દશી છે અને મારે વચ્ચે દેવાના આરંભ ત્યાગને નીયમ છે.
રાજસેવકે કહે નીયમ શું? રાજની આજ્ઞા ભંગથી મટી આપત્તી આવશે. બેબીને મનમાં થયું કે દઢતા વગરને ધર્મ શા કામને? તેથી ધર્મ છોડતા નથી.