________________
પરભવનું ભાથું
૩૨૩
- ધનેશ્વર નામે એક શ્રેષ્ઠીને ધનશ્રી નામે પ્રિયા હતી. તેમને ધનસાર નામે પુત્ર થયે. શ્રાવકના સમુહમાં મુખ્યતાને પામેલ તે દરેક પખવાડિયા અને દરેક માસે છ પર્વનું પૌષધ વગેરે ધર્મકરણી દ્વારા આરાધન કરતે હતે. એક વખત અષ્ટમીને દિવસે પીષધ લઈને રાત્રિને સમયે શ્રાવકની પ્રતિમાને વહન કરતે કાયોત્સર્ગે રહેલે હતે.
સુધર્મા નામક સભામાં કેન્દ્રએ તેને મેરુની જેમ અકંપિત જે. ગુણાનુ રાગી એવા તેણે પ્રશંસા કરતા કહ્યું કે, અહે તિરછી લેકમાં આ ધનસાર ધર્મમાં કેવો દઢ છે? તે ધનસારને દેવાને સમુહ પણ ચળાવી શકે તેમ નથી.
કઈ મિથ્યાદિષ્ટી દેવ પરીક્ષા કરવા માટે મનુષ્ય લેકમાં આવ્યો. પ્રથમ તે મિત્રરૂપે ધનની લાલચ આપી જોઈ, પણ ધનસાર શ્રેષ્ઠી, ચલાયમાન ન થયે. તેની સ્ત્રીના રૂપે સ્નેહાળ વચને પૂર્વક ક્ષોભ પમાડ્યા, તે પણ શ્રેષ્ઠી ચલાયમાન ન થયા. એ રીતે અનેક અનુકૂળ ઉપસર્ગો કર્યા પણ ધનસારને નિશ્ચલ જોઈ વરદાન માંગવા કહ્યું.
પણ પર્વ આરાધનામાં ડુબેલા ધનસારે તેને પણ ઉત્તર ન વાળે. ત્યારે તુષ્ટ થયેલા દેવે સમૈયાની વૃષ્ટી કરી પછી દેવ ગયે. પરભવનું ભાથું બાંધી રહેલા ધનસારનું પર્વ આરાધનનું આવું માહાસ્ય જોઈ ઘણુ માણસે પર્વ દિવસનું પાલન કરવા લાગ્યા.
પણ ફરી એજ પ્રશ્ન. પર્વ દિવસે કયા? સામાન્યથી આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસ એ પર્વદિન ગણાય છે તેને કેટલાંક - પર્વ કહે છે કેટલાંક ચતુષ્પર્ધી. તે આ રીતે છે. જે બે આઠમ અને બે ચૌદશ અલગ અલગ ગણીએ તે છ પર્વદિન થાય અને અલગ ન ગણીએ તે ચાર પર્વ દિન થાય.
ગૌતમ સ્વામીએ બીજ–પાંચમ-આઠમ-અગીયારસ-ચૌદશ એ પાંચ પર્વતિથિઓ જણાવેલ છે.
बीआ पंचमी अटूठमी एगारसो चउद्दसी पण तिहीओ - ए आउ सुअतिहीओ गोयम गणहारिणा भणिआ
આ ઉપરાંત આ ચૈત્ર માસની શાશ્વતી બે એળી, ત્રણ માસી, પયુંષણાની એક એમ કુલ છ અઠ્ઠાઈઓ (ત્રણ ચોમાસી અને સંવત્સરી સહિત) શ્રી જિનેશ્વર ભગવંતના પાંચે કલ્યાણક એ સર્વે પર્વદિવસે જાણવા.