________________
(૩૩) પર્વ મહિમા
–પરભવનું ભાથું
जइ सव्वेसु दिणेसु पालह किरिअं तओहवइ लट्ठ
पुण तहा न सक्कह तह वि हु पालिज्ज पव्व दिणं જે સર્વ દિવસમાં (ધર્મ) ક્રિયાનું પાલન કરે તે ઉત્તમ છે. પણ ન કરી શકે તે પર્વ દિવસમાં તે અવશ્ય કરવું જ જોઈએ.
મનહ જિણાણું સજઝાયમાં શ્રાવકના કર્તવ્ય ને વર્ણવતા દશમું કર્તવ્ય મુકયું. પરંતુ પોપરું વર્ષ પર્વ દિવસમાં પૌષધ વ્રત કરવું જોઈએ. પણ પર્વ દિવસ એટલે શું ?
આરંભના શ્લોકમાં પણ પર્વદિવસે ધર્મના પાલનનું મહત્વ ગાયું પણ પર્વદિનની વ્યાખ્યા કરાઈ નથી. માટે સૌ પ્રથમ “પર્વદિન એટલે શું ” તે જાણવું જરૂરી છે.
શ્રાદ્ધ વિધિના તૃતીય પ્રકાશમાં જણાવે કે -- સન ૨૩ નિમાય, તદ્દામાવા રુવ ઘટવ આઠમ-ચૌદશપૂનમ અને અમાસ એ છ પર્વદિને છે.
પર્વ દિવસે તે સમજ્યા પણ પર્વ એટલે શું પૂરતિ રૂરિ પર્વ. આવશ્યક સૂત્રની ટીકામાં કહ્યું કે “ધર્મને સંચય કરવામાં હેતુ ભૂત બનીને ધર્મને જે પૂરણ કરે તે પર્વ”.
પર્વ અને પર્વદિવસ ની વ્યાખ્યા સમજયા બાદ પર્વ દિવસો મહિમા વર્ણવતા કહ્યું કે, આ દિવસોમાં ધર્મારાધન વિશેષ ફળદાયી બને છે.
ગૌતમ સ્વામીએ શ્રી મહાવીર પરમાત્માને પ્રશ્ન કર્યો હે ભગવંત ! બીજ-પાંચમ-આઠમ આદિ તિથિને વિશે કરેલું ધર્માનુષ્ઠાન શું ફળ આપે ? ભગવંતે ઉત્તર આપ્યો, હે ગૌતમ! તે દિવસે એ કરેલ ધર્માનુષ્ઠાન બહુ ફળદાયી બને. કારણ કે પાંચ તિથિઓને વિશે (જીવને આયુને બંધ ત્રીજા ત્રીજા-ભાગે પડતે હેવાથી) પ્રાયઃ જીવ પરભવનું આયુષ્ય બાંધે છે. ૨૧