________________
૩૨૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
અને જજ ગળગળા બની ગયા. આને કહેવાય વિધિપૂર્વક પચ્ચફખાણ પાલન. લેશમાત્ર અસત્ય-ચેરી કે પરિગ્રહ નહીં. તપના પ્રત્યાખ્યાનમાં પણ આટલી શુદ્ધિ ભાવના– રાખવી જોઈએ.
આ છ શુદ્ધિ બીજી રીતે પણ વર્ણવાએલ છે. (૧) પ્રત્યાખ્યાન પર દઢ શ્રદ્ધા રાખવી.
(૨) દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આહારાદિકની શુદ્ધિ અશુદ્ધિ યથાર્થ રીતે જાણીને ઉપયોગ કરવો.
(૩) હીનતા-અધિક્તા રહિત, જ્ઞાનાદિક આચાર વડે અવિધિ રહિત ગુરુવંદન પૂર્વક પચ્ચકખાણ તે વિનય.
(૪) દુષ્કાળ કે રોગાદિક કારણે પચ્ચકખાણ પાળવું નહીં તે અનુપાલન શુદ્ધિ.
(૫) ગુરુ મહારાજ પ્રશ્ચકખાણ આપે ત્યારે પાઠને બરાબર સાંભળી તે મુજબ પિતે પાઠ બોલે તે અનુભાષણ.
(૬) રાગ-દ્વેષ થી પચ્ચકખાણ દુષિત ન કરે તે ભાવશુદ્ધિ.
વંકચૂલ પણ આ રીતે પચ્ચકખાણ શુદ્ધિને જાળવતે નીયમમાં આગળ વધે છે. રાજમહેલમાં ચોરી કરવા જતા રાણુને સ્પર્શ થઈ ગયો. કામ વિહળ રાણી ભેગ માટે પ્રાર્થના કરે છે. વંકચૂલને ફરી નીયમ યાદ આવ્યો. “રાજરાણીને સંગ ન કર ” બે નિયમનો મહિમા અનુભવેલ વંકચૂલ અહીં પણ અડેલ રહ્યો.
રાણીએ આળ ચડાવી વંકચૂલને પકડાવી દીધો. સવારે રાજાએ તેને નિર્દોષ જાહેર કરતાં કહ્યું કે રાત્રિની બધી વાત મેં સાંભળી છે. તેની પ્રશંસા કરી, તેને રાજને સામંત બનાવ્યો.
ચોરી છૂટી ગઈ. પણ અચાનક અસહ્ય પીડા ઉપડી. ચિકિત્સકે કહ્યું કાગડાનું માંસ ખવડાવે તે દર્દ મટે. વંકચૂલે ત્રણ ત્રણ વખત નીયમનો મહિમા અનુભવેલ હતો. ચેથા પચ્ચકખાણને યાદ કરી તે બેલ્યો મરી જવું બહેતર પણ હવે કાંગડાનું માંસ ખાવું નથી. તેના નીયમની પ્રશંસા કરી તેની સેવામાં જિનદાસ શ્રાવકને મુકો. (શ્રાવક જિનદાસ જ હોય કદી નિજ-દાસ ન હોય) તેણે અનિત્યાદી ભાવના સમજાવી નવકાર મંત્રનું શરણ સ્વીકારાવી આરાધના કરાવી. વકસૂલ બારમે દેવલેકે ગયો. કારણ કે દ્રવ્ય પચ્ચકખાણ, ભાવ પચ્ચકખાણનું કારણ બન્યું. તમે પણ પ્રત્યાખ્યાન મહિમા જાણે છે આવશ્યમાં ઉદ્યમવંત બને.