________________
૨૪.
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ભાગે જાગતા રહેલા છે, ત્યાં સુધી મનુષ્યને મેક્ષ કયાંથી થાય?
અમેરિકામાં પ્રમુખ ગ્રાન્ટ ધર્મપરાયણ અને શ્રદ્ધાળુ વ્યક્તિ હતા. દર રવિવારે નિયમિત પોતાના ઘરના બધા સાથે પ્રાર્થના કરે. કદી આ નિયમમાં ભંગ ન થત. એક રવિવારે સવારમાં પોતાના કુટુંબ સાથે પ્રાર્થના કરવા બેઠા હતાં. પ્રધાન મંડળના ત્રણ-ચાર સભ્ય પણ પ્રાર્થનામાં સામેલ હતા. પ્રાર્થના શરૂ થઈને ત્રણ-ચાર વર્ષના બાળકે વાતે શરૂ કરી. તેનાથી પ્રાર્થનામાં વિક્ષેપ થયો ગુસ્સાથી ગ્રાન્ટ બાળકને તમારો મારી દીધે. ગ્રાન્ટની માતાએ તુરત ગ્રાન્ટને તમારો મા .
પ્રધાનની હાજરીમાં ગ્રાન્ટને અપમાન લાગ્યું. એક પ્રધાન બેલ્યા પણ ખરા કે માજી, આમ અમારી હાજરીમાં પ્રમુખને તમે મારે તે તેમને કેટલું નીચા જોણું થાય? માજી મૌન જ રહ્યા. પ્રાર્થના બાદ કહ્યું કે પ્રાર્થના કોધના ઉપશમન માટે છે. જે ક્રોધ નિવારે નહી તે તેનું પાપ ચાલુ જ રહેશે. પછી તે પ્રાર્થનાને અર્થ શો ? માટે જીવ પર સનિમિત્ત કે નિર્નિમિત્ત દ્વેષને એટલે કે કોઈને ત્યાગ કરે.
માન - અભિમાન કે ગર્વ તે માન. તેને સર્વથા ત્યાગ કર. માન કષાયરૂપ આશ્રવમાં ડૂબેલા બાહુબલીને કઠોર ધ્યાન અને અખંડ સાધના વચ્ચે પણ કેવળજ્ઞાન થતું ન હતું.
માયા - કપટ, શઠતા કે છેતરપીંડી તે માયા. માયા કષાય રૂ૫ આશ્રવ જીવને એવા ભમાડે છે કે જીવ પોતે પણ માયા કર્મના ઉદયમાં આવ્યા બાદ પોતે માયા કરી રહ્યો છે તે જાણતા નથી અને અને તિર્યંચગતિમાં ભટકે છે.
લોભ – શરીર કે ધન વગેરે બાહ્ય વસ્તુ વિશે આસક્તિ કે પ્રાપ્તિ માટે આકાંક્ષા તે લેભ. લેભ કષાયને ઉદય સૌથી ભયંકર છે. ચાર પ્રકારે કષાય આશ્રવ થાય છે. તે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજવલન, ચારે પ્રકારે ક્રોધ, માન, માયાને પશમ થયો હોય. માત્ર સંજવલન લેભના ઉદયવાળો જીવ પડે તે સીધે ચોથા ગુણઠાણ સુધી પણ પહોંચે.
પ્રભુને એક પગે ઈન્દ્ર મહારાજા સેવા કરી રહ્યા છે. બીજી તરફ બીજા ચરણે ચંડ કૌશિક ડસી રહ્યો છે. જેવી પરિણતિ સર્ષ ઉપર છે તેવી જ ઈન્દ્ર ઉપર છે. બંને ઉપર સમભાવ.