________________
નિયમને મહિમા
૩૧૫
ભોજન લેતાં ગંઠસી પચ્ચકખાણ કરે તે ૨૯ નિર્જળ ઉપવાસનું અને બે વખત ભેજન લેતાં ૨૮ નિર્જળ ઉપવાસનું ફળ પામે છે.
આ રીતે વણકર પ્રતિબંધ પામ્યા. તેણે ગડ્રિસહિયં પશફખાણ લેવાનું શરૂ કર્યું. જયારે જ્યારે દારૂની તલપ લાગે ત્યારે ત્યારે ગાંઠ છેડીને પીએ ફરી ગાંઠ વાળી લેતે. એક વખત ગાંઠ અવળી પડી ગઈ છે. કેમે કરી છુટતી નથી ને દારૂનું વ્યસન પણ જોરદાર છે. ધીરે ધીરે તેની નસે તુટવા લાગી.
ધીમે ધીમે તેનું શરીર ખેંચાવા લાગ્યું પણ નીયમને વળગી રહેલ તે શુભ ધ્યાનમાં મૃત્યુ પામ્યા, ત્યાં સુધી પણ નીયમન છોડ અને શત્રુજ્ય ગિરિ પર કપદ યક્ષ થયો.
આ છે નિયમનો મહિમા પૂજ્ય દેવસૂરિજી કૃત યતિદિનચની પ૬ મી ગાથામાં પણ લખ્યું કે જે આત્માઓ હંમેશાં ગંઠિસહિત પચ્ચકખાણની ગાંઠ બાંધે છે તેઓ સ્વર્ગ અને મોક્ષનું સુખ પિતાની ગાંઠે બાંધે છે. તેથી કેવળ નીયમ ધારણાની ટેવ વિકસાવવા પણ સંકેત પચ્ચકખાણ કરવું આવશ્યક છે.
(૧૦) અદા પચ્ચકખાણ – સમયની મર્યાદા વાળું પચ્ચકખાણ જેને કાલિક પચ્ચક્ખાણું પણ કહે છે. જેમાં (૧) નમુક્કારસહિયં (૨) પરિસી (૩) પુરીમઢ (૪) એકાસણું (૫) એકલઠાણું (૬) આયંબીલ (૭) ઉપવાસ (૮) ચરિમ (૯) અભિગ્રહ (૧૦) વિગઈ.
આવા દશ પ્રકારના પચ્ચક્ખાણેની વાત અદ્ધા પચ્ચકખાણમાં આવે. તેમાં માત્ર અભિગ્રહ પચ્ચકખાણ કરવા માટે આચાર્ય મહારાજ વંકચૂલને જણાવે છે. નિયમનો મહિમા તમે પણ સમજી રાખે જેથી અભિગ્રહ પચ્ચકખાણ લેવા માટેની રુચિ અને પ્રિતિ ઉત્પન્ન થાય.
શ્રી પુરનગરમાં શ્રીપતિ શ્રેષ્ઠીને કમલ નામે એક પુત્ર હતા. દેવગુરુનું દર્શન પણ ન કરે. ધર્મ પ્રત્યે કઈ પ્રીતિ નહીં. પિતાને ચિંતા થઈ. એક વખત ગુરુમહારાજ પાસે મોકલ્યા. ગુરુએ ઉપદેશ આપી સમજાવ્યું. પછી પૂછ્યું કે અલ્યા શું સાંભળ્યું? કમલ કહે મહારાજ હું તે તમારા કંઠને હડીયા ઉચોનીચો થતો હતો તે ગણતો'તે. ૧૦૮ વખત થયો. શ્રાવકેએ હાંસી કરી તેને કાઢી મુક્ય.
બીજી વખત ગુરુમહારાજ પાસે મોકલ્યા. શ્રેષ્ઠીએ પૂર્વ પ્રસંગ ગુરુમહારાજને જણાવી દીધેલ. તેથી મહારાજશ્રીએ પણ કમલને સૂચના