________________
નિયમનો મહિમા
૩૧૩
-
-
-
-
-
-
-
-
સમય વર્તે કાંઇજ ઉપદેશ ન આપ્યો. શેતાના જ સ્વાધ્યાય અને ધ્યાનમાં ચાતુર્માસ પૂર્ણ કર્યું.
ચોમાસું પુરૂ થયા બાદ વિહારમાં વળાવવા માટે વંકચૂલ ગયેલો છે. પલ્લીની હદ પુરી થતાં આચાર્ય મહારાજે કહ્યું કે વંકચૂલ હવે તારી હદ પુરી થાય છે, માટે કંઈક નીયમ ગ્રહણ કરી પછી પાછો વળ તે સારું. વંકચૂલ જન્મે તે સંસ્કારી માણસ હતું, વિવેકી હતું, નીયમ માટે તૈયાર થયો. બે હાથ જોડી કહ્યું, “મારાથી થઈ શકે તે નીયમ આપો.”
શ્રાવકને આ આચાર છે તે તમે પણ પાછા ભૂલતાં નહીં. જુઓ વીરપ્રભુના સ્તવનમાં પણ છરણ શેઠની ભાવના વ્યક્ત કરી છે ને? પછી પ્રભુને વેળાવા જઇશુ નમી વદીને પાવન થઈશું કરજેડીને સન્મુખ રહીશું વિરતિ અતિરંગે વરીશું રે
મહાવીર પ્રભુ ઘેર આવે આચાર્ય મહારાજ જ્ઞાની છે-સમજુ છે. તેથી વંકચૂલને મેગ્ય એવા ચાર પચ્ચકખાણે બતાવે છે.
આપણે મૂળ વાત છે પચ્ચક્ખાણ. તે પચ્ચકખાણના દશ ભેદો દર્શાવે છે.
(૧) અનાગત પચ્ચક્ખાણ- તપ કરવા માટેના નિયત પર્વો જેવા કે પર્યુષણ કે એની પૂર્વે જ તપ કરી લઈ, પર્વોમાં બાળગ્લાન–વૃદ્ધ આદિની વૈયાવચ્ચ કરે.
(૨) અતિકાન્ત પચ્ચકખાણ- પર્વોમાં વૈયાવચ્ચ આદિ કારણે તપ ન થયા હોય તે પછીથી કરે.
(૩) કટિ સહિત પચ્ચકખાણ-ઉપવાસાદિક તપ પુરો થયા પછી ફરીથી તેવી જ તપશ્ચર્યા કરવી.
(૪) નિયત્રિત પશ્ચકખાણ- પૂર્વે જે પ્રત્યાખ્યાનાદિને સંકલ્પ કર્યો હોય તે રોગાદિ ગમે તે કારણે ઉભા થાય તે પણ પુરે કરો. જો કે આ પચ્ચકખાણ જિનકલ્પી આદિ માટે હોય તેને હાલ વિચછેદ છે.
(૫) સાગાર પચ્ચકખાણ :– આગાર સહિત જે પ્રત્યાખ્યાન કરવું હોય તે સાગાર પચ્ચકખાણ.
(૬) અનાગાર પચ્ચકખાણ :- આગા રાખ્યા વિના જે