________________
૩૧૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
માજના આંગણામાં નજર માંડીને બેસી ગયા. ભરવાડણ બાઈ આવી દુધ દેહવા, પહેલેથી બોઘેણુમાં પાણી ભરીને. પછી ગાયને દેહવાનું શરૂ કર્યું. કેમ માજી તમે તે નીમ લીધે હતા ને? પછી આ ભેળસેળ કેમ કરો છો ?
ગગા મારે તે દુધમાં પાણી ન નાખવા નીમ છે. પાણીમાં દુધ ન નાખવાનો નીમ મેં કયાં લીધો છે?
આમ વ્રત-પચ્ચકખાણના હાર્દને સમજ્યા વગર ખાલી શબ્દોને વળગી રહીને નીયમ ન હોય, તેમાં તે ઉલટા નિયમને મહિમા માર્યો જાય છે.
આવા પચ્ચકખાણ ના બે ભેદ દ્રવ્ય અને ભાવ. અંતરના ઉ૯લા-સ રહિત જે પ્રત્યાખ્યાન કરાય તે દ્રવ્ય પ્રત્યાખ્યાન, અંતરના ઉલ્લાસ પૂર્વક જે પ્રત્યાખ્યાન થાય તે ભાવ પ્રત્યાખ્યાન.
મહત્તા ભાવ પ્રત્યાખ્યાનની વિશેષ છે. કેમકે તે સમ્યફ ચારિત્ર૨૫ હેવાથી મુક્તિનું સાધન બને છે. તેમ છતાં દ્રવ્ય પ્રત્યાખ્યાનની પણ જરુરીયાત સ્વીકારી. કેમ સ્વીકારી ભાઈ?
કારણ કે દ્રવ્ય પ્રત્યાખ્યાન એ ભાવ પ્રત્યાખ્યાનનું સાધન છે, કારણ છે. છોકરો આજે લીટા તાણશે તે કાલે એકડાં ઘુંટતે થવાને જ ત્યાં છોકરો તે લીટા તાણે છે એમ કરી પાટી–પેન ખેંચી લે છે ખરા ? તેમ આજે દ્રવ્યથી નિયમ ગ્રહણ કરશે તે કાલ ભાવથી પણ સ્વીકારશે.
પેઢાલપુર નગરમાં શ્રીયુત નામે રાજા હતા. તેને પુષ્પગુલ અને પુપચુલા નામે બે સંતાને હતા. યૌવન વયને પામેલે પુષ્પગુલ ચેરીજુગાર વગેરે સાતે વ્યસનમાં રત્ત થઈ ગયો. તેની આવી વાંકી ચાલને લીધે લોકેએ તેનું વંકચૂલ નામ પાડી દીધું. લોકેની ફરીયાદને લીધે રાજાએ તેને દેશવટો આપ્યો. ત્યારે પુષ્પગુલ પરના રાગને લીધે તેની પત્ની અને બહેન બંને સાથે ચાલી નીકળ્યા. વંકચૂલ ચારની પલ્લીમાં ગયે અને પછી પલ્લીપતિ બન્યા.
એક વખત જ્ઞાનતુંગ નામક આચાર્ય પલ્લીમાં આવ્યા. વરસાદ શરૂ થઈ ગયે હતે. એટલે આચાર્ય મહારાજે વંકચૂલ પાસે વસતિ ની યાચના કરી. વંકચૂલે શરત કરી કે મારી હદમાં કઈ પ્રકારને ઉપદેશ ન આપે તે તમને હું વસતિ આપું. આચાર્ય મહારાજે પણ