________________
(૩ર) પચ્ચખાણ-ભેદે
– નિયમને મહિમા
पइसद्दो पडिसेहे, अक्खाणं खावणाऽभिहाणं वा
पडिसेहस्सक्खाणं पच्चक्खाणं निवित्ती वा વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે પ્રતિ શબ્દ નિષેધ અર્થમાં અને આખ્યાન શબ્દ ખ્યાપના અથવા આદરથી કહેવાનો અર્થમાં છે. તેથી પ્રતિષેધનું આખ્યાન તે પ્રત્યાખ્યાન કે નિવૃત્તિ છે.
સંક્ષેપમાં પ્રત્યાખ્યાન એટલે પરિત્યાગ કરવાની પ્રતીજ્ઞા કે નિયમજે નિવૃત્તિ, વ્રત કે વિરમણ તરીકે ઓળખાય છે. તેમાં બે બાબત લેવાની. અવિરતિને ત્યાગ તથા વિરતિ ગુણ ની ધારણું.
- પરચકખાણમાં વ્રત કે નિયમનો મહિમા શે છે. તે જણાવતા કહ્યું કે પ્રત્યાખ્યાનથી કર્મ આવવાના દ્વારા બંધ થાય છે, તેથી તૃષ્ણા ને છેદ થાય છે, તૃષ્ણ છેદથી અતુલ ઉપશમ પ્રગટે છે, ઉપશમ વડે પચ્ચકખાણ શુદ્ધ થતાં ચારિત્ર ધર્મ નિશ્ચયપૂર્વક પ્રગટે છે,–જના કર્મોની નિર્જરા થાય છે, અપૂર્વકરણ પ્રગટે છે, તેથી કેવલજ્ઞાન થાય છે, કેવલજ્ઞાન થતાં મોક્ષ મળે છે
આવા પચ્ચકખાણના બે ભેદો જણાવે (૧) દ્રવ્ય પચ્ચકખાણ (૨) ભાવ પરચકખાણુ
જો કે પચ્ચકખાણના ભેદો સમજતાં પહેલા–પચકખાણના હાર્દન એટલે કે નિયમના મહિમાને સમજ જરૂરી છે.
એક ભરવાડણ કથા સાંભળવા ગઈ. કથા સાંભળતા તેને બહુજ આનંદ આવ્યા એટલે તેણીએ નિયમ લીધે, હવે દુધમાં પાણી નાખવું નહીં. લેકેને ભરવાડણના નિયમની જાણ થતાં બધાં રાજીરાજી થઈ ગયા.
વાહ ! હવે તે બધાને રગડાં જેવું દુધ મળશે પણ White Water નહીં આવે. થોડા દિવસો ખૂબજ સારું દુધ લોકોને મલ્યું. ફરી એક દિવસ પાણી જેવું દુધ શરૂ થયું. લોકે જરા મુંઝાણા. પૂછયું ભરવાડણને કેમ માજી દુધમાં આ ફેરફાર કેમ થઈ ગયો?
માજી કહે ગગા ! મારે તે નીમ એટલે નીમ. હું કઈ દાડે દૂધમાં પાણી નાંખુ? તો તે મારે નીમ તુટે છેરા. છોકરાઓ વહેલા ઉઠીને