________________
૩૦ ૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જરૂરી છે. કેમકે શ્રદ્ધા હોય પણ મેઘાન હોય તે પાપ પ્રવૃત્તિ થઈ પણ જાય. તેથી વધતી જતી શ્રદ્ધા અને મેઘા વડે કાયોત્સગ કરે. કેમકે સુમ અને વિશદ સમજણથી ચિત્તને એક પ્રકારનું સમાધાન પ્રાપ્ત થાય છે કે જે પ્રવૃત્તિની સ્થિરતા માટે અતિ ઉપગી છે.
(૩) ધૃતિ-ધીરજ મનની સમાધીરૂપ ધીરજ વડે કાયોત્સર્ગ કરે. આત્મસાધનાના કઠોર માર્ગ માં અનાદિકાળના સંસ્કાર સાધના યાત્રામાં આડે આવે છે. શ્રદ્ધાથી આરંભેલ યાત્રા મેઘાને પાર કર્યા પછી માર્ગમાં અટકી જાય છે ?
તેને નિવારવા ત્રીજો તબક્કો મુક્યો ધૃતિ, ધૃતિ એટલે મનનું સુપ્રણિધાન-એકાગ્રપણું. જેના વડે લાભના નિમિત્તામાં ચિત્ત હર્ષાવેશમાં આવતું નથી. હાનિને કારણે શોકમાં ડૂબતું નથી. પણ ધર્મમાં સુસ્થિર રહે છે.
મીસરને રાજકુમારને દુશમન રાજા પકડી ગયા. બધાં કેદીની જેમ તેને પણ કામૂ સાંપાયુ. રાજકુમારે કહ્યું મને ગાલીચા બનાવતા સારા આવડે છે. તે કામ પશે તે તમને ઘણું ધન મલશે. એક ગાલીચ બનાવ્યો. રાજાને સારી કિંમત મલી. રાજકુમાર કહે મારા દેશમાં વેચશે તે હજી વધુ કિંમત મલશે. ગાલીચ મીસર વેચાવા ગયે. રાજા સમજી ગયો કે કારીગર મીસરને જ છે. ગાલીચાના માં માગ્યા દામ આપ્યા. કેટલાંક સમય પછી રાજકુમારે ગાલીચામાં મીસરથી કેદખાન સુધીને નકશે બનાવ સંદેશો લખી દીધે રાજાને ખબર પડતાંજ હુમલે કરી રાજકુમારને છોડાવી ગયા. આવી વૃતિ કાયેત્સર્ગમાં રાખે તે જરૂર કર્મની કેદમાંથી છુટી શકાય.
(૪) ધારણ - અહિ તેના ગુણ સ્મરણ પૂર્વક કાઉસ્સગ્ગ કરવો. ધારણું એટલે દયેયની અવિસ્મૃતિ, કેમકે કાયોત્સર્ગનું ધ્યેય ભૂલાઈ જાય તે શ્રદ્ધા-મેઘા કે ધૃતિની યાત્રા અધુરી રહે.
(૫) અનુપ્રેક્ષા- અનુચિંતન સ્થાનાંગ ટીકામાં અનુપ્રેક્ષાને અર્થ ચિંતિનિકા કર્યો છે, અનપેક્ષા એટલે તત્વ-અર્થનું અનુચિંતન અથવા ભાવના ભાવવી તે.
અવંતિ સુકુમારે પણ શ્રદ્ધાથી અનુપ્રેક્ષા સુધીની કાઉસ્સગ યાત્રા આરંભી આપ મેળે દીક્ષા લઈ કાઉસ્સગ્નમાં ઉભા છે. પાછલા ભવની સ્ત્રી શીયાળણી થઈ છે કોધથી બચકા ભરી શરીર વિલુરી દીધું – અવંતીકુમાર અનુપ્રેક્ષાથી નલીની ગુમ વિમાને ગયા તમે પણ શ્રદ્ધાથી અનપેક્ષા યાત્રા આરંભી વંદણ વિત્તિયાદિ ધ્યેયને કાયોત્સર્ગમાં સિદ્ધ કરે.