________________
યાત્રા શ્રદ્ધાથી અનુપ્રેક્ષા સુધી
કહે પરીક્ષા કરે. આમાં એક સ્ત્રી છે, બીજે પુરુષ છે. બાદશાહ કહે દીવાની ન બન, બંનેની આંખે કેવી ઝગારા મારે છે.
રાત્રે સાંભળેલ દુહો સ્ત્રી હૃદય સિવાય ન નીકળે. બેલાવ્યા બંનેને. અંદર દુધની તપેલી ચુલા પર મુકાણું. દુધ ઉભરાવા દીધું ને ત્યાં જ પરીક્ષા થઈ ગઈ
અંતરના બંધન તુટી ગયા છે તેવી વિજેગી રજપુતાણી રહી ન શકી. બોલી ઉઠી એ.....એ દુધ ઉભરાય. તરત રજપુતે પડખામાં કેણી મારી. તારા બાપનું કયાં ઉભરાય છે. પણ ભેદ ખુલી ગયો. બેગમના ખંડમાં લઈ ગયા બનેને. ગરાસણ ના ગાલે શરમના શેરડા પડયા. અદબવાળીને દીવાલ એથે કાયા સંતાડી દીધી. રજપુતે ખાનગી વાત કરી. બાદશાહથી વાહવાહ પોકારાઈ ગઈ.
બાદશાહે મેટે સરપાવ આપ્યો. ગાડું ભરી બેલડું રવાના થયું. વાણીયાને હિસાબ ચૂકવાયો. દસ્તાવેજના ચીરા ઉડયા ને તે રાત વ્રતધારીના વિવાહની પહેલી રાત બની.
કથામાં એક માત્ર શ્રદ્ધા તત્ત્વ વિચારો. વાણીયાને રજપુતના બલમાં કેટલી શ્રદ્ધા હશે? નહીં તે શું રાતે જેવા જવાનું હતું કે ભાઈ-બહેન જે વ્યવહાર છે કે નહીં. પણ વાણીયાને દઢ શ્રદ્ધા હતી રજપુતના વચનમાં
પ્રશ્ન – શ્રદ્ધા તવ સમજાવ્યું તેમાં તુ વસ્ત્રાબિયોન-બળાત્કારથી નહીં તેમ કેમ લખ્યું?
સમાધાન - સુરિ પુરંદર શ્રી હરિભદ્રસૂરિજી શ્રદ્ધાદિ પાંચ સાધનને સમજાવવા પહેલાં પાંચ ર કાર મુકે છે. કાયોત્સર્ગ કઈ રીતે કરવો?
(૧) બળાત્કારથી નહીં પણ શ્રદ્ધાથી. (૨) જડતાથી નહીં પણ (મેઘા) બુદ્ધિ પૂર્વક. (૩) રાગાદિની આકુળતાથી નહીં પણ ધૃતિ વડે. (૪) ચિત્તની શુન્યતાથી નહીં પણ ધારણ વડે. (૫) પ્રવૃત્તિ માત્રથી નહીં પણ સમજણ-ચિંતન અને અનુપ્રેક્ષા પૂર્વક આ રીતે પાંચ નકારથી પાંચ કર્તવ્ય સ્પષ્ટ કર્યા
મેઘા - એટલે સમજણ. કાયોત્સર્ગ મારે માટે કરણીય છે-આચરણીય છે. કેમકે મેઘા એટલે જ્ઞાનાવરણીયના ક્ષપશમથી પ્રગટેલી બુદ્ધિ કે જે આત્માને ગુણ વિશેષ છે તે. શ્રદ્ધા સાથે મેઘા પણ