________________
યાત્રા શ્રદ્ધાથી અનુપ્રેક્ષા સુધી
૨૭
માત્ર એક ઓરડું મળ્યું, બીજુ મલ્યુ વેવશાળ. આશા હતી કે નિસ્તેજ સુતા ઓરડામાં અલબેલી ગરાસણ આવી જુના વાસણ માંજશે, રૂપાળી માંડછાંડ કરશે. મહિયરથી પટારો ભરી કરીયાવર લાવશે, મા મનેય પેરામણી કરશે. પણ કાગળ વાંચતા તે મારું કે મરું થવા માંડયું.
ગયે વાણીયાને ત્યાં, ચરણ ઝાલીને કરગર્યો. કાકા આજ લાજ રાખે. મારું મોત બગડશે અને બાયડીએ જાશે. કાકા હજાર રૂપિયા મારી જાત વેચીને પણ ભરી દઈશ. પણ વાણી ન પીગળ્યો. હાથ ઝાલીને રજપુત રચ્યો. જાણે રાજબાને કેદી હાથ ખેંચીને લઈ જતું હોય તેમ લાગ્યું, ત્યારે કાકાએ કાગળ લીધે ભા! “કરો સહી” આમાં અમારું તો વળી જે થાય તે ખરું.
કાગળ વાંચી રજપુતનું લેહી થીજી ગયું. એમાં લખેલું કે એક હજાર રૂપીયા પુરા ન ભરું ત્યાં સુધી બાયડીને મા-બેન સમજીશ. રજપુતે સહી કરી. કાગળની નકલ લીધી. રૂપીયા હજાર ગણુને ચાલ્યો સાસર વાટે.
રાજભા બેઠી બેઠી ભરથારના સપનાં જુએ છે. ગરીબ કંથની ચીથરે હાલ મુર્તિ ચિંતવે છે. પિયરીયામાં ગઠતું નથી. પિતાના ઘરની ભુખ હૈયે જાગી છે. - જેઠ સુદ બીજને આભે ઉદય થયોને સાસરે આવી ભર દાયરામાં કોથળી મુકી. ત્યા મામા રૂપીયા ગણી લે. આખો દાયરો સમજી ગયો. સી ફિટકાર દઈ ચાલ્યા ગયા. કન્યા કંપી ઉઠી. નક્કી મારા માવતરનું વેર મારી ઉપર વાળશે.
રજપુતાણીને વેલડામાં બેસાડી હાલ્ય ઘરે. ઘર તે શું શમશાન જ સમજી લે. જેને લુગડે રજ નથી અડી તેણે સાવરણ લીધી. સુનકાર ઘરને વાળ્યું. રાતે વીંઝણે વીંઝતા ધણને થાળી જમાડી નીચે મેઢે રજપુતે જમી લીધું. રજપુતાણી પથારીની પાંગતે બેઠી વાટ જુએ છે. ગરાસીયે આવ્યો તલવાર ખેંચી રજપુતાણ વચ્ચે ધરી પીઠ ફેરવીને સુઈ ગયો.
આવી એક પછી એક રાતે વીતે છે. આખો દિવસ તે એકબીજાની આંખમાં અમી ઝરે છે. અબેલ પ્રીતિની સાત તાળીયું રમાઈ છે. પણ રાત પડતાં વચ્ચે તલવાર મુકાઈ જાય છે. રજપુતાણીનું હૈયું વીંધાય છે. અમીને કટોરે જાણે હોઠે અડીને અટકી જાય છે.