________________
૨૯૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
મુનિને નવસાવત્તિયાણ એ નિમિત્તે પાર પડી ગયું પણ કેવા સાધને વડે પાર પડયું ?
___सद्धाए मेहाए धिइए धारणाए अणुप्पेहाए શ્રધા-મેઘા-વૃતિ-ધારણુ અને અનુપ્રેક્ષા વડે
પાંચ સાધનેને અંતે એક સુંદર અનુસંધાન જોડી દીધું. ખૂબ જ સુંદર શબ્દ વઢનાળીવધતી જતી શ્રદ્ધા-વધતી જતી મેઘા...વગેરે.
આરંભ થયે શ્રદ્ધાથી અનુપ્રેક્ષાની યાત્રાનો અને મુનિરાજ નિરુપસર્ગ સ્થિતિને લયને પામી ગયા.
(૧) શ્રદ્ધા એટલે રુચિ, સ્વકીય અભિલાષા કે ચિત્તની પ્રસન્નતા. યેગશાસ્ત્રની પણ વૃત્તિમાં લખ્યું છે કે- શ્રદ્ધા મિથ્યાત્ર मोहनीयकर्म क्षयोपशम जन्य उदक प्रसादक मणिवत् चेतसः प्रसादजननी શ્રદ્ધા એ મિથ્યાત્વ મેહનીય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થનારી અને ઉદકપ્રસાદ મણની જેમ ચિત્તને સ્વચ્છ કરનારી છે.
જેમ જલકાન્ત મણ જળાશયમાં નાખતા કચરાને દૂર કરે છે, તેમ શ્રદ્ધા-સંશયાદિ દોષરૂપ કચરાને દૂર કરી ચિત્તને સ્વચ્છ કરે છે. તે શ્રદ્ધા વડે ( શ્રદ્ધા રૂપી સાધન વડે) હું કાયોત્સર્ગ કરું છું. એટલે કે કેઈના બળાત્કારથી નહીં પણ મારી જ રુચિ કે ચિત્ત પ્રસન્નતાથી કાઉસ્સગ્ન કરું છું.
શ્રદ્ધા તે માતા સમાન છે. ગમે તે સ્થિતિમાં આરાધકનું રક્ષણ કરે છે. દુન્યવી વ્યવહારો પણ શ્રદ્ધા ઉપર જ ચાલે છે. ટ્રેઈનમાં ડ્રાઈવરની શ્રદ્ધા, પ્લેનમાં પાયલેટની શ્રદ્ધા, ઓપરેશનમાં સર્જન પર શ્રદ્ધા, ઈજેકશનમાં ડોકટર પર શ્રદ્ધા, ભજનમાં રાંધનાર કે પીરસનાર પર શ્રદ્ધા એમ શ્રદ્ધા એ જીવનને પાયે છે. શ્રદ્ધા નથી તે બધું ધુળ સમાન છે.
તે દી ગરાસીયાના દીકરા માથે આભ તુટી પડેલું. સાસરેથી સંદેશે આવ્યું કે રૂપિયા હજાર રોકડા લઈ જેઠ સુદ બીજે હથેવાળે પરણવા આવજે. રૂપિયા ન લાવે કે બીજની ત્રીજ થઈ તે બીજા હારે ગગીના ફેરા ફેરવી દઈશું.
વાંચતા જ જીવાતે નિસાસો મેલ્યો. પાંચ પાંચ વરહની ધૂળમાં રમતા'તા, ત્યારથી પંદર પંદર વરહ સુધી જેનું ધ્યાન ધર્યું તે રાજબા શું આજે બીજાને જશે? બાપની જાગીર ફના થઈ ગઈ, વારસામાં