________________
યાત્રા શ્રદ્ધાથી અપેક્ષા સુધી
૨૯૫
ચારિત્રાધિ વડે અનુક્રમે શુકલધ્યાનમાં આરૂઢ થઈને ચાર ઘાતી કર્મ ક્ષય કરી કૈવલ્ય ઋદ્ધિને પ્રાપ્ત કરે છે. તેથી કાયોત્સર્ગમાં ચિંતવ કે જે બેધિ વડે પરમાત્માને પણ કેવલ્યઋદ્ધિ મળી. તે બેધિ મને પણ પ્રાપ્ત થાઓ.
(૬) નિવમા :- નિરુપસર્ગ સ્થિતિ એટલે મેક્ષ. સંસારમાં સૌથી મોટો ઉપદ્રવ તે જ મમરણ છે. જન્મમરણ રહિતતા તે જ મોક્ષ. લલીત વિસ્તરામાં પણ આ વ્યાખ્યા લખી છે :
निरुपसर्गो मेक्षिः जन्माधुप सर्गाभावेन તીર્થંકર પરમાત્મા તીર્થની સ્થાપના કરી તીર્થંકર નામકર્મન ઉપભેગ કરે છે. પણ જ્યારે નિર્વાણ સમય નજીક આવે ત્યારે શૈલેશીકરણ કરી સર્વ યોગોને રૂંધી “અયોગી કેવલી ” નામક ચૌદમું ગુણ સ્થાન પ્રાપ્ત કરે છે. અને ધનુષમાંથી બાણ છૂટે તેમ શરીરમાંથી આત્મા છૂટીને ઉર્ધ્વગતિ વડે સિદ્ધશિલાને પ્રાપ્ત કરી નિરુપસર્ગ સ્થિતિને પામે છે. તેવી નિરુપસર્ગ સ્થિતિ એટલે કે મેક્ષ મને ક્યારે મળે તેમ કાયોત્સર્ગ કરતા ચિંતવે.
સુકેશલ મુનિ પણ આવી દિવસમાં સ્થિતિ માટે કાયોત્સર્ગ કરતા આત્મચિંતન કરી રહ્યા છે. ત્યાં માનવગંધ સુંધતી વાઘણુ આવે છે. મુનિને જોતાં જ પૂર્વ ભવને રોષ ઉછળી આવતા વાઘણ વધુ વિફરીને સુકેશલ મુનિ પર ત્રાટકે છે. પોતાના તીક્ષણ દાંત અને નહરદાર પંજા વડે મુનિને ચીરીને ચુંથી નાંખે છે. પણ સુકોશલ મુનિ તે કાર્યત્સર્ગમાં માત્ર નવ વત્તોથાણ પદને સંભારતા મોક્ષનું લભ્ય રાખી શુકલ ધ્યાનમાં લીન બની ત્યાં જ કેવળજ્ઞાન પામી ક્ષે પહોંચ્યાં.
વાઘણું શરીર વલુરિયુંછ સાધુ સુકોશલ સાર કેવળ લહી મુગતે ગયાજી ધન ધન તે અણગાર વાઘણની નજર મુનિના દાંત ઉપર પડીને સોનાના દાંત જોતા તેને ગત ભવની સ્મૃતિઓ ઉભરાઈ આવી. માનું હૈયું કકળી ઉઠયું. મનેમન પસ્તાવાની આગમાં સેકાવા લાગી. અરે ! આ જ મારે વહાલસે પુત્ર, જેને વિયાગ ન થવા દેવા તેના પિતાથી પણ મેં દૂર કરવા પ્રયત્ન કરેલા અને તેના જ મરણમાં હું નિમિત્ત બની. વાઘણુ પિતાના અશ્રુધથી મુનિને પ્રક્ષાલન કરવા લાગી પણ નિરુપસર્ગ–બક્ષ માટે કાઉસ્સગ્ન કરી રહેલા મુનિ તે મુક્તિમાં પહોંચી ગયા.